________________
૨૫૩
फलसंपत्तीए समोणयाई, तुंगाइं फलविवत्तीए । हिअयाइं सुपुरिसाणं, महातरुणं व सिहराई ॥१॥
અર્થ–સપુરુષોનાં હૃદયો મોટા વૃક્ષના અગ્રભાગની. જેમ-ફળ આવે ત્યારે વિનમ્ર અને ફળ જાય ત્યારે ઉચ્ચ. હોય છે.
ગુરુ બોલ્યાઃ “હે વત્સ! તે મને ઠીક સ્મરણ કરાવ્યું પછી વિષાદ મૂકી દિગંબરાચાર્ય શિષ્ય સહિત રાજકારે ગયા રાજાએ પણ બહુમાનપૂર્વક આસન આપી નમસ્કાર કર્યા.. પછી મંત્રી બોલ્યો, “હે ભગવદ્ ! આપ આજ ઉપકરણ વગર કેમ આવ્યા?” ગુરુ બોલ્યા, “અરે, તે ધૂતારે અમને પણ ધૂત્યા છે. તે અમારું સર્વસ્વ લઈ ગયો છે. એમ કહી. દિગંબરાચાર્ય પોતાના સ્થાને આવ્યા.
ત્યારબાદ મંત્રીએ ચારે વેદમાં વિખ્યાત એવા નારાયણ નામના સંન્યાસીને બોલાવ્યો. રાજાને આશીર્વાદ આપી તે ઉચિત આસને બેઠે. મંત્રી બોલ્યો, “હે સંન્યાસી ! તમે તમારા જ્ઞાનબળથી ચેરનું સ્વરૂપ જણાવે.” તે બોલ્યો, “હું મંત્રબળથી જોઈને કહીશ. પછી તે રાજાથી સન્માનિત થઈ સ્વસ્થાને ગયે. માતાના મુખથી આ વૃત્તાંત સાંભળી સહુસમલ બટુક બ્રાહ્મણને વેષ લઈ નારાયણ પાસે આવ્યો. નારાયણે પૂછયું, “તું કોણ છું અને ક્યાંથી આવે છે?” તે બોલ્યોઃ
હું બ્રાહ્મણ છું. આપને વેદમાં પારંગત જાણું આપની પાસે ભણવા આવ્યો છું. શું આપ અભ્યાસ કરાવશો? સંન્યાસી બોલ્યો, “તું સુખેથી અહીં રહે. અને વેદાભ્યાસ કર, પરંતુ તારે ક્યાંય ભટકવા ન જવું. પછી તેને ભોજન કરાવ્યું..