________________
૨૬૧
તું પણ પ્રભુ પાસે જઈ જિનધર્મ પ્રાપ્ત કરી. તે સાંભળી પ્રમુદિત વદનવાળી શ્યામાએ પ્રભુ પાસે આવી શ્રાવક ધર્મ સ્વીકર્યો. ઉત્તમ પ્રકારે જિનધર્મ આરાધતાં ચૌદ વર્ષ વીત્યે તે વિચારવા લાગ્યો કે હવે મારા પુત્રે મેટા થઈ ગયા છે. માટે જિન પડિમા આરાધવી જોઈએ કહ્યું છે કે – ___ कालक्षेपो न कर्तव्यो, आयुर्याति दिने दिने ॥
न करोति यमः क्षांति, धर्मस्य त्वरिता गतिः ॥ १ ॥
અર્થ –આયુષ્ય દિવસે દિવસે ક્ષય પામે છે. તેથી ધર્મ વિષયમાં કાળક્ષેપ ન કરે જોઈએ, કેમકે યમરાજ કેઈને ક્ષમા કરતું નથી અને ધર્મની ગતિ પણ અત્યંત વેગવંતી છે.
" એમ વિચારી તેણે ઘરભારથી મુક્ત થઈ પષધશાળામાં જઈ ભાવપૂર્વક સર્વ પડિમા વહન કરી. એક સમયે રાત્રે કોઈ ખડગધારી દેવ પ્રગટ થઈ બેલ્યો, “હે ચુલ્લણીપિતા ! જે આજ તું શ્રાવકધર્મ અને પૌષધધર્મ નહિ મૂકે તે તારાં છ પુત્રની છાતીમાં શળ ભેંકી દ્વારા સામે અગ્નિ તપ્ત કડાઈમાં તળીશ; વળી તેને શેણિત (રુધિર) થી તને નવરાવીશ, તેથી તે આર્તધ્યાને અકાળે મૃત્યુ પામી દુર્ગતિને પ્રાપ્ત કરીશ.” એ પ્રમાણે દેવે ચુલ્લણી પિતાને બે ત્રણ વખત કહ્યું; પણ તે નિર્ભય થઈ ધર્મમાં વધુ દૃઢ થયો. તે જાણી ક્રોધાતુર દેવ તેના મોટા પુત્રને ઉપાડી લાવ્યો, અને તેને શળ પર ચઢાવી ઉકળતા તેલમાં તળવા સાથે તેના લેહી અને માંસ ચલ્લણી પિતા પર છાંટવા લાગ્યો છતાં પણ ચલણપિતા ધ્યાનથી વિચલિત ન થયો. ત્યારે દેવે