________________
૨૩૮ વસતો હતે. એક દિવસ તે માયાવી સેહસમલ વણિકનો વેષ પહેરી વેપારીની દુકાને આવી પૂછવા લાગે, “હે શેઠ! તારી પાસે કયાં કયાં રત્ન છે?” શેઠ બેલ્યો; “બેસે, હું આપને દેખાડું. અમારી દુકાને ઘણી જાતનાં રત્નો છે.” એમ કહી ઝવેરીએ તેને રને લાવી દેખાડ્યાં. તે જોઈ સહસ્ત્રમલ બોલ્યો; “શું આટલાં જ રત્ન છે?” તે બોલ્યો, “ બીજા ઘણાંય છે.” શેઠે વિચાર્યું કે, આ કઈ મેટો શેઠીઓ છે. માટે આજે સારે નફે મળશે. એમ વિચારી તે લેભવશથી ઘણું રત્નો લઈ આવ્યું, તે બધાને સારી રીતે ઊંચા નીચા કરી બરાબર તપાસી સહસ્ત્રમલ બોલ્યો; “હે શેઠ ! આનું મૂલ્ય શું છે?” શેઠે બતાવ્યા મૂલ્ય પ્રમાણે તેણે આંકડે કરાવ્યું. પછી બે, “ઠીક ત્યારે, હું બધાં રત્ન ખરીદું છું, પણ આની કિમત કાલે મળશે.” શેઠ બોલ્યા, “આજ નગદ કાલે ઉધાર, આપણી પાસે ઉધારને ધધ નથી.” એમ કહી તેણે પોતાને માલ હતા ત્યાં પાછે મૂકો. પછી સહસ્ત્રમલ પણ તે દુકાનનું બારીકાઈથી નિરીક્ષણ કરી પિતાને રસ્તે પડ્યો. પછી રાતે તે વેષ બદલી પિતાના સાથીઓ સાથે ઝવેરીની દુકાને આવ્યો, અને ખાતર પાડયું. બહાર સાથીઓને ઊભા રાખી તેણે ભીંતમાં કરેલા છિદ્ર વાટે પોતાના પગ અંદર નાંખ્યા. અહીં શ્રેષ્ઠીપુત્રએ જાગી જવાથી તેના પગ પકડ્યા અને પરસ્પર ખેંચવા લાગ્યા. તેથી સહસ્રમલનું શરીર છોલાઈ ગયું. તેમાંથી રુધિરની ધારાઓ વહેવા લાગી. . ચિરની આવી સ્થિતિ જોઈ દયાળુ શ્રેષ્ઠી-પુત્રએ તેને
છોડી મૂક. . '