________________
૨૪૯
અહીં પ્રાતઃકાળમાં જાગેલા રાજાએ આભૂષણો અને અંગમર્દક બન્નેને ગુમ થયેલા જોયા. વ્યથા અનુભવતો રાજા પ્રાતત્ય કરી નિરુત્સાહિત વદને સભામાં આવી બેઠે. ત્યાં સામંતો, સુભટે તેમ જ મંત્રીવર્ગ પણ બેઠા હતા. રાજાની મુખાકૃતિ ખિન્ન જઈ પ્રધાને પૂછ્યું “હે પ્રભે! આજે આપ કાંઈ ચિંતામાં છે ?” ત્યારે રાજાએ રાતની સર્વ બીના કહી સંભળાવી. મંત્રી બોલ્યો, “હે સ્વામિ! આ શેર કોઈ અજબનો દેખાય છે. માટે તેને પકડવા કોઈ ઉપાય કરે જોઈએ.” રાજા બોલ્યો, “હવે શું કરવું જોઈએ? મંત્રી ઓલ્યો, “હે રાજન! ધર્માચાર્યની પાસે જાપ કરાવી તેમના મંત્ર વિજ્ઞાન બળથી ચેરની શુદ્ધિ કરવી જોઈએ.” રાજાને તે વાત ગમી.
એક દિવસ મંત્રીના નિમંત્રણથી જિનચંદ્ર નામક શ્વેતાંઅર મુનિએ જિનરક્ષિત નામના શ્રાવક સાથે રાજસભામાં આવી ધર્મ લાભ આપ્યો. રાજા પણ તરત ઊભે થયો. અને તેમને આસન આપી વંદન કર્યું. પછી મંત્રી બોલ્યો; હે ભગવન! કઈ ચોર નિત્ય નગરમાં ચેરી કરે છે. અમે ઘણું ઉપાયે કર્યા, પણ તે પકડાતો નથી, માટે આપ જ્ઞાનબળથી અમને તેને ઉપાય જણાવો.” તે સાંભળી મુનિ બેલ્યા, હે અમાત્ય ! એ અમારો આચાર નથી. મંત્રી બોલ્યા, “હે મુનિ ! રાજાનું વચન ભંગ ન કરવું જોઈએ. તે સાંભળી જિનરક્ષિત શ્રાવક બેલ્ય. કે “મારી પાસે એક મંત્ર છે, તેનાથી હું ચેરને પત્તો લગાવી જણાવીશ.” રાજવર્ગ તે સાંભળી બહુ ખુશ થયો. પછી મુનિ ધર્મલાભ દઈ પિતાના સ્થાનકે આવ્યા.