________________
૨૪૧ જઈ ધનની ખબર તે કાઢી આવ.” તે સાંભળી શ્રેષ્ઠીપુત્ર ત્યાં ગયે, પણ ધન ક્યાંય દેખાયું નહી. તેણે આ વાત તેના પિતાને જણાવી. તે સાંભળી શેઠ સ્મશાનમાં ગયે. અને વધારે ખેદી જોયું પણ ધન હોય તો મળે ને ! આથી ખેદ પામેલા શેઠે ઘેર આવી પુત્રને કહ્યું “હે પુત્ર ! નિશ્ચય તે ધૂતારાએ આપણને છેતર્યા છે. માટે સવારે તેની તપાસ કરશું. એમ વિચારી બને સૂતા પણ ઊંઘ ન આવી સવારે બાપ– બેટો બને જણ તે નાક-કાન વગરના પુરુષની તપાસમાં ફરવા લાગ્યા. આખરે તે એક દિવસ મળી જ ગયે. તેનાં નાક-કાન કપાયેલાં જોઈ શ્રેષ્ઠી તેનો હાથ પકડી એકાંતમાં લઈ ગયો. પછી કહેવા લાગ્યો, “હે વીર ! તે અત્યંત દુષ્કર કાર્ય કર્યું છે, સર્વ પ્રાણીઓમાં તું પૈર્યધારી છે.” તે બેભે, “હે શેઠ! દુનિયામાં દોલત માટે મનુષ્ય શું શું નથી કરતો?” શેઠ બેલ્યો; “હે વીર ! જેટલું ધન બચ્યું હોય તેટલું તે મને આપ.” ધૂર્ત બોલ્યો; “હે શેઠ! વધેલા ધનને તું ખુશીથી લે, પરંતુ રાજાને ફરિયાદ ન કરતો.” એમ કહી તેણે વધેલું ધન શ્રેષ્ઠીને આપ્યું શ્રેષ્ઠીએ પણ તેને સંતોષી વિદાય કર્યો.
સહસ્ત્રમલની માતા બોલી કે, “હે બેટા ! જે પારકાનું ધન લે છે તેને વિટંબણા પણ બહુ થાય છે. માટે તું પણ આ ચેરીનો ધંધે છેડ. ચેરીને માલ ચેરીમાં જ જાય છે. ધન તુરત ચાલ્યું તે જાય છે, પણ હે બેટા ! આપત્તિની પરંપરાને નોતરતું જાય છે.” માતાની વાત સત્ય માની તે ખુશ થયે. થોડા દિવસમાં તેનું શરીર સ્વસ્થ થયું અને તે ફરી ચોરી કરવા લાગ્યો.