________________
૨૪૨
એક દિવસ પુરોહિતના ઘેર ખાતર પાડી અઢળક ધન ઉપાડી લાવ્યું અને પોતાની માતાને સેંગ્યું. તે બેલીઃ “હે પુત્ર! તું આટલું બધું ધન ક્યાંથી લાવ્યો ?” “હે માત ! તું આવી પંચાત અને ચિંતા શા માટે કરે છે? અરે, સવારના લોકમુખે બંદાની બહાદુરી સાંભળી મને સંભળાવજે.” સવારે ચોરની મા નગરમાં ગઈ. ત્યાં તેણે એક સ્ત્રીઓનું ટોળું જોયું. તે ત્યાં ગઈ ત્યારે સ્ત્રીઓ આ પ્રમાણે બોલતી હતીઃ “આજે પુરેહિતના ઘેર કોઈ ચેરે ચોરી કરી છે. બીજી બોલી કે તેને કોઈ પત્તો લાગ્યો કે નહીં !” તે બેલી, હા આઈ ! પુરોહિતે રાજાને જણાવ્યું ત્યારે રાજાએ આરક્ષકને બેલાવી બહુ ઠપકે આપે; એટલામાં ધનસાર શ્રેષ્ઠીએ કહ્યું,
હે રાજન ! નિશ્ચય તે ચેર ધનથી સુંદર વસ્ત્રો ખરીદવા મારી દુકાને આવશે, ત્યારે હું તેને પકડી પાડીશ.” વળી એટલામાં એક હજામ બોલ્યા, “અરે ! હજામત કરાવવા અને નખ કપાવવા તે મારી દુકાને આવશે ત્યારે હું જ તેને પકડીને બાંધીશ. અને આપને હવાલે કરીશ.” સ્ત્રીની આવી વાતો સાંભળી ભય પામેલી ડોશીએ સર્વ બીના પુત્રને જણાવી. તે ચેર બેલ્યો; “ઓહ! સહસ્ત્રમલ આવી બાબતોથી ગભરાતે નથી, કરના તે ડરના નહી, ડરના તે કરના નહીં અરે ! એવા તે કેટલાય ભસ્યા કરે છે.”
પછી તે ચેર વણિકને પિશાક પહેરી હજામને ત્યાં આવ્યો, હજામે તેને કેઈ મેટો શેઠ જાણી સુંદર આસન પર બેસાડ્યો. વાળ નખ કાપી તેને સ્નાન કરાવ્યું. સ્નાન પછી સહસ્ત્રમલ બેલ્યો; “હે નાઈ ! આ તારા પુત્રને મારી
'
તે