________________
૨૪૩
tr
સાથે મેાકલ, હું તેને તારી મહેનતના પૈસા આપું. નાઈએ પુત્રને મેાકલ્યો. પછી સહસ્રમલ નાઈના પુત્રને લઇ ધનસાર શ્રેષ્ઠીની દુકાને ગયેા, ધનસારે તેના ઉત્તમ પેાશાકથી અનુમાન કર્યું" કે આ કાઇ માટો વેપારી હશે. એમ વિચારી તેણે સહસ્રમલને આવતાં જોઈ કહ્યું, “ પધારા, શેઠ, શેા હુકમ છે.” તે ખેલ્યા; કોઈ ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો હોય તે ખતાવા. તે સાંભળી શેઠે મહામૂલી વસ્ત્રા અતાવ્યાં. સહસ્રમલે કપડાંના મૂલ્ય નક્કી કરી કહ્યુ કે “ પૈસાના વાટવો ઘેર રહી ગયો છે. હું ઘેર જઈ દ્રવ્ય લઈ આવું છું ત્યાં સુધી તમે આ માળકને સાચવજો.’ બિચારા ભેાળા શેઠે તેની વાત સાચી માની સ્વીકારી. સહસ્રમલ પણ કપડાં બગલમાં દુખાવી ઘેર આવ્યો. અને તે માને સાંપી ખેલ્યો; “ હે માતા ! તું સાંજે પાછી નગરમાં જઇ ઊડતી અફવાને સાંભળજે અને મને જણાવજે.' ડાશી પણ ત્યાં જઈ જાણેલી નગર ચર્ચા પુત્રને કહેવા લાગી: “ હે પુત્ર ! સાંભળ, હજામે અને શ્રેષ્ઠીએ આજ રાજા પાસે ફરિયાદ કરી છે કે આજે તા તે ચાર અમને પણ ઠગી ગયો છે.” તે સાંભળી એક અશ્વના વેપારી ખેલ્યો, હું સ્વામિન્! ચારાને ઘેાડાના બહુ શોખ હાય છે. માટે તે જરૂર્ મારે ત્યાં, અશ્વ ખરીઢવા આવશે. હું તેને પકડી આપને હવાલે કરીશ.’ વળી, એટલામાં કામપતાકા નામની એક વેશ્યા ખેલી, · હે રાજન્ ! તે ચાર મારું ઘર મૂકી ખીજે કયાંય નહિ જાય, કેમકે તે માટો ચાર જણાય છે તેથી તે મામૂલી વેશ્યાને ત્યાં ન જતાં મારા મુકામે અવશ્ય આવશે. હું તેને
.
આ મારા નમણા બાહુપાશથી પકડીશ.' તે સાંભળી સહસ્ત્રમલે સાવાહને શણગાર સજ્યા. તે ફરતો ફરતો ઘેાડાના