________________
૨૨૩
તેને આવાં વચન કહેનાર આ પહેલવહેલે મળેલો. તે વિચારવા લાગ્યા બરાબર, આ કેઈ અસામાન્ય વ્યક્તિ લાગે
છે. મૃગ સિંહને હુકમ કરે એમ આ મને પગનાં તળિયાં ઘસવાનું કહે છે. એહ! આની હિમ્મત? કે ધીર અને ગંભીર ! આવા નિડર પુરુષોની સેવા કેણ ન કરે? એમ વિચારી રાક્ષસ સુગધ ઘી મિશ્રિત જળ વડે સેવકો સાથે તેના પગનાં તળિયાં ઘસવા લાગ્યું. અહો ! ધર્મના પ્રભાવથી મુશ્કેલ કાર્ય પણ શું આસાન નથી થતાં? ધર્મ તે સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે. તેથી સર્વ કામના પૂર્ણ થાય છે. રાક્ષસને નોકરની જેમ પોતાના પગ ઘસતે જોઈ કુમાર બેલ્ય; “હે દેવ! મનુષ્ય માત્ર એવા મેં તને આજ્ઞા આપી તે તું ઉદાર થઈ માફ કર ! તારી સેવાથી હું ખુશ છું માટે માગ, માગ, તું જે માગે તે આપું, તારું જે કાંઈ દુઃસાધ્ય કામ હોય તે કહે, તે બધું હું તને કરી આપું.”
* અતિ વિસ્મયથી માથું ધુણવતે રાક્ષસ વિચારે છે, અહો! આ તે બધું ઊંધું વળ્યું, કે મારા જેવા પર મનુષ્ય પ્રસન્ન થયે. વળી તે મારું દુઃસાધ્ય કાર્ય કરવાની તમન્ના રાખે છે. આ વાત તે કલ્પવૃક્ષ સેવક પાસે યાચના કરે એવી થઈ આ મનુષ્ય મારા જેવા દેવતાને શું આપી શકશે ? પણ તેની પરીક્ષા માટે કાંઈક તે માગવું જોઈએ, તેથી તે મધુર વચને બલ્ય, “હે વીરવર ! જે અન્યના મનવાંછિત પૂરે તે પુરુષ ત્રણે ભવનમાં દુર્લભ છે, પરન્ત મનુષ્યના ગુણે અને યશ, જ્યાં સુધી તેણે યાચના નથી કરી ત્યાં સુધી જ રહે છે. માટે જે તું મારી યાચનાને ભંગ ન કરે તે હું તારી પાસે યાચના કરું, કારણ કે –