________________
૨૨
-નાખું, દડાની માફક આકાશમાં ઉછાળું – કે સમુદ્રમાં નાખી માછલીઓને ભોગ આપું....... આ હજી મારા બળને જાણતો નથી, વળી થોડીવારમાં વિચારે છે. અરે ! આ તે મારે મહેમાન છે, તેને હું મારું તેમાં મારી શી શેભા ? ઘેર આવેલા શત્રુને પણ ન મરાય. કેમકે -શુક ગુરુને શત્રુ છે. ગુરુનો પિતાને ગ્રહ મીન રાશી છે, છતાં પણ જ્યારે શુક મીન રાશીમાં આવે છે. ત્યારે ગુરુ તેને ઉચ્ચ સ્થાન આપે છે. માટે જ્યાં સુધી આ પુરુષ જાગશે નહીં ત્યાંસુધી હું તેને કાંઈ નહિ કહું. પછી પાછળથી જે મને એગ્ય લાગશે તે કરીશ. એમ વિચારી રાક્ષસ નગર બહાર ગયો અને બીજા કેટલાક રાક્ષસને સાથે તેડતે આવ્યો, હજી પણ કુમાર સુતેલે છે એમ જાણું તેને કોઇ વધી ગયે. . તે બે “અરે નિર્લજજ ! ચાલ, મારા ઘરમાંથી જલદી બહાર નીકળ, નહિંતે યુદ્ધ કરવા તૈયાર થઈ જા.” તે સાંભળી કુમાર બલ્ય, “હે રાક્ષસેન્દ્ર ! મારી નિદ્રામાં તે વિન શા માટે નાખ્યું ? બીજાની ઊંઘ બગાડવાથી પિતાની પણ ઊંઘ કોઈ જરૂર બગાડે છે. કહ્યું છે કે – ' ધર્મની નિંદા કરનારે, પંક્તિને ભેદ કરનારે, કારણ વગર નિદ્રાનો ભંગ કરનાર, કથાનો ભંગ કરનારે અને વગર કારણે પાપ કરનારે–આ પાંચ પુરુષ મહાપાપી કહેવાય છે. માટે તું ઘી મિશ્રિત અતિ શીતળ જળ વડે મારા પગનાં તળિયાં ઘસ અને તારા સેવકે પાસે પણ ઘસાવ જેથી મને ફરી નિદ્રા આવે. - તે સાંભળી રાક્ષસ તે અવાક્ જ થઈ ગયે. જીંદગીમાં