________________
પકડે તેમ લાગતું નથી. રાજાએ કોટવાલને બધી હકીક્ત પૂછી, ત્યાં કેટવાલ બોલ્યા: “હે સ્વામિન ! વિકરાળ વ્યાધિ જેવા આ ચોરને પકડવા માટે અમે બહુ ઉપાયે કર્યો, પણ તે કોઈપણ હિસાબે પકડાતો નથી. હવે અમારાથી પકડાય એવી લેશમાત્ર આશા નથી.” તે સાંભળી રાજાને ઘણે ખેદ થયે. પછી તે નિત્ય રાત્રે વેશ બદલી ઉઘાડી તલવારે ચેરની તપાસમાં ફરતો. એક દિવસ ચેર કેઈ મોટા ધનાઢયનું ધન ચોરી પિોટલું બાંધી ઝપાટાબંધ જ હતું, રાજાએ ચેરને અને ચેરે રાજાને છે, તેથી આગળ ચોર અને પાછળ રાજા વેગપૂર્વક દોડવા લાગ્યા. એટલામાં ચાર એક મઠમાં ઘૂસ્યો, અને ત્યાં સુતેલા તાપસ પાસે પોટલું મૂકી પોતે પલાયન થઈ ગયો. રાજા પણ મઠમાં આવી વિચારે છે; નિશ્ચય આ તાપસ ચેર છે, તેણે જ મારી આખી નગરીના વૈભવનો નાશ કર્યો છે, અત્યારે અહીં વેશ બદલી કપટથી સૂતે છે, એમ વિચારી ક્રોધિત થયેલે રાજા તાપસને ઉઠાડી કહેવા લાગ્યુઃ “હે દુષ્ટ પાપિwતાપસ વેષે મારી આખી નગરીના ધન-વૈભવ લૂંટી અત્યારે ઢોંગ કરી સૂઈ ગયો છે? ઊભે રહે, તને હમણાં હંમેશ માટે સુવરાવું છું.” એમ કહી નિર્દયી રાજાએ તેને બાંધી નિષ્કારણ રક્ષકોને સેપે. તપસ્વીએ પિતાની ખરી હકીકત કહી, પણ લાંબો વિચાર નહીં કરનારા રાજાએ તે નિર્દોષને ફાંસીની સજા ફરમાવી. રક્ષકએ તેનું મસ્તક મુંડાવી ગધેડા પર બેસાડ્યો, અને ગામમાં ફેરવી ફાંસી પર ચઢાવ્યો. તે તપસ્વી મરીને નગરીનો નાશ કરનાર નિશાચર થયે. તેને પૂર્વભવનું વર સાંભરવાથી—યાદ આવવાથી અહીં આવી તેણે રાજાના રામ રમાડયા. રાક્ષસના ભયથી નગરજનો ઘર મૂકી જતાં રહ્યાં તથા બાકી રહેલાને તેણે કાઢી મૂક્યાં.