________________
૨૧૯
મને શા માટે રેકે છે ? સારિકા બેલી. “હે સપુરુષ ! જે તું સુખ સમાધિ ચાહતે હોય તો હઠ મૂકી પાછો વળહું તને તારા હિત ખાતર કહું છું, મારે તારાથી કાંઈ સ્વાર્થ નથી. કુમાર બોલ્યા, હે સારિકા ! હું શા માટે ન જાઉં? અગર જઈશ તે શું થશે એનું કાંઈ કારણ હશે ને ?? માટે તેનું કારણ કહે, પછી મને જે યોગ્ય લાગશે તે કરીશ. સારિકા બોલી, હે કુમાર ! તું જાણવા જ માગે છે તે સાંભળ–
આ નગરનું નામ રતનપુર છે, ખરેખર તે રત્નથી હાલ પણ પરિપૂર્ણ છે. અહિં પિતાની પ્રજાને પુત્રની પેઠે પાળનારે શચિપતિ જે પુરંદર નામના રાજા રાજ્ય કરતે હતે.. આ નગરમાં વિવિધ પ્રકારના વેશનું પરિવર્તન કરી ચેરી કરનાર એક ચેર કયાંયથી આવી ધનવંતોને ત્યાં ધાડ પાડતે હતું. રાજાએ નગરની ચારે તરફ ચોકીદારે બેસાડયા. તમામ માર્ગોમાં પણ સુભટો પહેરે ભરવા લાગ્યા, અને ધનવાન પણ પિતાની મિલકત સાચવીને સંતાડતા, પણ તે રવલીચંપક લક્ષ્મી પાછળ દિવાન થઈ રાજ ધન ચેરતે. રાજ્યને આ કડક પ્રબંધ હોવા છતાં તે મિલકતને ચિર, જુલ્મી, કાયદાની પરવા કર્યા વગર કુલાંગારની જેમ ધનાઢયેના ધન પર પજે નાખી પલાયન થઈ જતું. તેને પકડવા ઘણા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ નીવડ્યા.
એક દિવસ સર્વ નગરનિવાસીઓ રાજા પાસે આવી. કહેવા લાગ્યા, હે રાજન્ ! હવે તે કાંઈ કરે? તે કુકમીએ બધાને કંગાલ કરી નાખ્યા છે. હવે તે તે ચિરને આપ સિવાય કોઈ