________________
રરા
આ નગરમાં તે દુષ્ટ એકલે રહે છે, ભૂલેચૂકે કઈ પશુપક્ષી પણ જે અંદર જાય તે તે દુષ્ટ તેને મારી નાખે છે.. માટે હે પુરુષ! તને મોતના મુખમાં જતાં નિવારું છું.
. સારિકાની વાછટા જોઈ ખુશ થયેલો કુમાર બોલ્યા : “હે સારિકા! એવા રાક્ષસથી મને જરાય ભય નથી.” એમ. કહી તે કુમાર જાણે રાક્ષસના બળને જાણવા રણભૂમિમાં જતો ન હોય તેમ નગરમાં દાખલ થયા. નિરાધાર નગરમાં નિરં-. કુશપણે નિર્જન નિકેતે મૌન મહેલાત, શૂન્ય રસ્તાઓ તેમજ ચંદનકા, સુવર્ણ, કપૂર સેપારી નાળિયેર અને મહેકતાં કરિયાણાથી ભરપૂર દુકાનો જેતે કુમાર અનુક્રમે રાજમાર્ગો થઈ રાજ્યમહેલના સાતમા માળ પર આવી પહોંચે ત્યાં મનને મોહ પમાડે તેવી મખમલની સુકોમળ શય્યા જોઈ માગશ્રમથી થાકેલે કુમાર પિતાના ઘરની જેમ સૂતો અને નિદ્રાધીન થયે.
નગરમાં મનુષ્યની ગધ અને પગલાં જોઈ કોધિત થયેલે રાક્ષસ ધરતીને ધ્રુજાવતે કુમારની શય્યા પાસે આવી પહોંચે. ખુબસુરત કુમારને સુતેલે જોઈ વિચારવા લાગ્ય, આ સ્થાનને મનમાં યાદ કરવા પણ કઈ શક્તિમાન નથી ત્યારે આ કોઈ ધીર પુરુષ બાપાને બગીચે સમજી સૂઈ ગયે લાગે છે! આ ધીરને હું શી રીતે મારું ?' શું ફળ તેડવાની જેમ આના અંગોપાંગ તોડી નાખું કે વનરાજની જેમ નખથી આને ફાડી નાખું ? અથવા તે ઘણથી આના ભુક્ક ભુક્કો કરી નાખું ? ચીભડાની માફક છરીથી ચીરી નાખું? શું જાજવલ્યમાન અગ્નિમાં.