________________
૨૦૧
પુરુષ! મારું રક્ષણ કરે? મને બચાવે.” તે સાંભળી કુમાર તેની પાછળ દે, તેણે ક્રોધિત થઈ ગર્જના કરી કે “હે દુષ્ટ પવન તું મારા પ્રાણપ્રિયને ઉપાડી કયાં જાય છે? ઊભે રહે હું તને બતાવું છું,” એમ બોલતે કુમાર વળિયાની પાછળ કેટલેક દૂર દોડતે ગયે. ત્યારે પોપટ બો; “હે રત્નસાર! હવે તે બાળતાપસ દેખાતું નથી. દુષ્ટ વાયુ તેને લાખ જોજન દૂર લઈ ગયે હશે. તે કયાં છે અને ક્યાં જશે તે આપણે શી રીતે જાણીએ. માટે તમે પાછા વળે. તે સાંભળી અત્યંત દુઃખી થયેલ રત્નસાર વિવિધ વિલાપ કરતે ભાંગેલા હદયે અને લથડીઆ ખાતા પગે પાછો વળે. તેઓ ઘેડા પાસે આવ્યા ત્યારે વિસ્મય પામેલે પિોપટ બોલ્યા. “હે કુમાર! નિશ્ચય એ તાપસકુમાર પુરુષ નહોતે પણ સ્ત્રી હેવી જોઈએ, કેઈપણ દેવે દાનવે કે વિદ્યારે પિતાની વિદ્યાના અળથી તેને પુરુષ રૂપે બનાવ્યું હવે જોઈએ; તેથી જ તને વિડંબના પમાડે છે. તેની મુખાકૃતિથી, ચાલથી, વાચાથી અને હાવભાવથી તે કન્યા જ હોવી જોઈએ, એવું મારું અનુમાન છે. જ્યારે તે દુષ્ટના સકંજામાંથી છૂટશે. ત્યારે નિશ્ચય તે તમને વરશે. પિપટના વચન સાંભળી ઈષ્ટદેવની માફક તાપસકુમારનું સ્મરણ કરતો રત્નસાર ઘોડા પર બેસી પોપટ સાથે શીધ્ર પ્રયાણ કરી ચાલતો થયે. રસ્તામાં નાના પ્રકારના વૃક્ષોથી સુશોભિત એક વનખંડ આવ્યું, ત્યાં ઊંચા તેરણું અને ધ્વજા પતાકાથી અલંકૃત આદીશ્વરજીનું એક ચિત્ય હતું. તે જોઈ રત્નસાર ઘોડા પરથી ઊતરી, હર્ષભેર પુષ્પ ફળ આદિ લઈ પોપટ સાથે જિનાલયમાં ગયે.' વિધિપૂર્વક પૂજા કરી, આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.