________________
૨૧૪
વધારે વહાલું છે. માટે મને જલદી મારી નાખ એમાં વિચાર કરવાની કોઈ જરૂર નથી.” ત્યારે વિદ્યારે વિચાર્યું ધિક્કાર છે મને, મેં આ શું અનાચરણ કર્યું ? જગતમાં પ્રેમ, સરળતા અને મૃદુતાથી ઉત્પન્ન થાય છે નહી કે હઠથી. એમ વિચારી તેણે તલવાર મ્યાનમાં નાખી પછી અશકમંજરીને વિદ્યાના બળથી હંસી બનાવી, સુવર્ણમય પાંજરામાં કેદ કરી. દુષ્ટ. વિઘાધર હંસીને રેજ મૃદુ વચનથી સંતોષવા લાગે.
એક દિવસ પાંજરામાં રહેલી હંસીને પ્રિય વચનોથી પ્રાર્થના કરતા વિદ્યાધરને તેની ભાર્યા કમીસેનાએ જે.. આ ઘટના જોઈ કમળના શકાશીલ થઈ વિચારવા લાગી કે આ શું કહેવાય ? જરૂર દાળમાં કાળું જણાય છે. એમ વિચારી તેણે પિતાની વિદ્યાદેવી પાસે આવી સર્વ વૃતાન્ત જણાવ્યું. ત્યારે વિદ્યાદેવીએ અશકમંજરીની સર્વ હકીકત જણાવી કમળસેનાએ તે હંસીને પાંજરામાંથી કાઢી આકાશમાં ઉછાળી, કારણ કે સ્ત્રીઓને શોકય ગમતી નથી હોતી.
હંસી પણ વિદ્યાધરના ભયથી અને મુકત થવાની ખુશીથી ઝડપભેર આકાશમાં ઊડવા લાગી. આ વાતની વિદ્યાધરને ખબર પડવાથી તે સૈન્ય સહિત પાછળ પડ્યો. પિતે થાકી જવાથી એક અટવીમાં વિશ્રામના હેતુથી રહ્યો. અને સુભટને હંસીની પાછળ મેકલ્યા. માર્ગના શ્રમથી અને વિદ્યાધરોના ભયથી ત્રાસ પામેલી હંસી આ માર્ગથી જતી હતી તેવામાં તમને જોઈ તેણે તમારું શરણ લીધું. હે કુમાર! હું જ તે હંસી છું. હે મહાભાગ! મારા પુણ્યયોગે તે દુષ્ટને તમે હરાવ્યું. આ વાત સાંભળતાં જ હજી સુધી મૌન