________________
૨૧૬ નવપરિતને આશિષ આપી. પછી પિતાના સેવકો પાસે વિવાહચિત સામગ્રી મંગાવી મેટા ઉત્સાહ પૂર્વક અને કન્યાના લગ્ન કુમાર સાથે કરાવ્યાં. દેવીએ અનેક ગવાક્ષોથી મંડિત મનને મોહનાર સાત માળનો પ્રસાદ બનાવી કુમારને નિવાસ માટે સેં. કુમાર પણ પોતાની અને પત્ની સાથે વિવિધ વિષયનાં ભેગે ભગવતે સુખે કાળ નિગમન કરવા લાગ્યા.
હવે અહીં કનકપુરીનાં રાજારાણી અને પુત્રીઓના વિયેગથી અવર્ણનીય વેદના અનુભવતા હતા. નગરનિવાસી પણ ચિંતાતુર હતા. ચોટે અને કે. બજારે અને ઘરે જ્યાં જુએ ત્યાં આ જ વાત થતી હતી. અરેરે ! કનકધ્વજ રાજાને ઘડપણના સહારા રૂ૫ આંખની કીકી જેવાં અને રતનો હરાઈ ગયાં. દેવે જન્મ ઉપર ફટકો માર્યો. રત્નમંજરીને લઈ જનાર પણ તે દુષ્ટ વિદ્યાધર જ હોવું જોઈએ. આમ આખું નગર શેકમય દેખાતું હતું, આપત્તિનાં આછાં વાદળાં તે નગરી પર જાણે છવાઈ ગયાં હોય એમ દેખાતું હતું. પશુ પક્ષીઓ પણ ઊંડી વ્યથા અનુભવતા હોય તેવું લાગતું. ત્યાં અચાનક ડૂબતાને જેમ પાટિયું મળી આવે તેમ આખું નગર પ્રકાશમય થઈ ગયું. ચારે બાજુ આનંદના ફુવારા ઊડવા લાગ્યા, દશે દિશાઓમાં આનંદની છે છૂટવા લાગી. વાત એમ બની કે ચકેશ્વરી દેવીના આદેશથી દેવતાએ રાજાને તેની બને કન્યાની વધામણી આપી પછી તે પૂછવું જ શું? પ્રધાનો, સામંતે, સરદાર અને સબળ સિનિકે સાથે રાજા પુત્રીને મળવા ઊપડ્યો.
શ્રીમતે શ્રેષ્ઠીઓ અને કેટલાક નગરનિવાસી સાથે પુત્રીના