________________
૨૧૨
ઉત્તરોત્તર તે બાળાને વિદ્યાધર બહુ દૂર આવેલા ઉદ્યાનમાં લાવ્યું. પછી પ્રિય વચનથી પૂછવા લાગે, “હે સુંદરી ! તું શા માટે વિલાપ કરે છે? હું કઈ ચેર નથી, હું તને જરા પણ દુઃખ નહીં આપું, હું હરહમેશ તારે સેવક થઈને રહીશ, હું ખેચને અધિપતિ છું, સર્વ વિદ્યાધરીની તને સ્વામિની બનાવીશ. તું આ નવયૌવનને શા માટે આમ વેડફે છે? તું મારા સાથે વિવાહ કરી તારા કૌમાર્યને નષ્ટ કર, તેથી તારું જીવન સફળ થશે.”
તે નિર્લજનાં આવાં વચન સાંભળી અશકમંજરી ચિંતવવા લાગી, “ધિકાર છે કામાંધ પુરુષોને ! ધિકાર છે કામાગ્નિથી બળેલ પુરુષ નિર્વિવેકી થઈ પોતાનાં જાતિ-કુળને, પણ વિચાર કરતો નથી! આ જગતમાં જે પુરુષ અંધ છે તે પિતાની પાસે રહેલી જોઈ શકાય તેવી વસ્તુને પણ નથી જોઈ શકો, પરંતુ જે પુરુષ રાગથી અંધ થયેલે છે તે તે જે વસ્તુ વિદ્યમાન છે તેને ત્યાગ કરી, જે વસ્તુ નથી તેને જુએ છે, કેમકે તે રાગધ પુરુષ અશુચિના સમૂહ રૂપ સ્ત્રીઓનાં અવયમાં કંદપુષ્પ, પૂર્ણચન્દ્ર, કળશ-કુંભ, કલ્પવલ્લી અને લતાનાં પલ્લ–નવાંકુરના આરેપકરી આનંદ અનુભવે છે. આમ ચિંતવતી તે બાળા મૌન ધરી સુખ છૂપાવી, બેસી રહી.
ત્યારે તે દુષ્ટ વિદ્યાધર વિચારે છે કે અત્યારે આને નિશ્ચય તેના માતાપિતાને વિરહ સતાવે છે, પણ પછી હું જે કહીશ તે જ કરશે. એમ વિચારી તેણે વિદ્યાબળથી અશેકમંજરીને તાપસકુમાર બનાવી દીધું. પછી વિદ્યાધર તાપસર