________________
૨૦૨
सिरिनाभिणामकुलगरकुलकमलुल्लासणेगदिवसकर ? ॥ भवदुहलख्कविहडंण ? जयमंडण ? णाह ? तुझ्झ णमो ॥२॥
અર્થ :–શ્રી નાભિકુલધરના કુળરૂપ કમળને વિકસ્વર કરવામાં સૂર્યરૂપ, સંસારનાં દુઃખોનું દમન કરનાર અને વિજયના મંડાણ એવા હે પ્રભે ! હું આપને પ્રણમું છું.”
આ પ્રમાણે જિનવરની સ્તુતિ કરી, સર્વ બાજુથી ચિત્યની શેભા જેતે, તે એક વાતાયનમાં બેઠે; પછી પોપટને કહેવા લાગ્યું; “હે શુકરાજ ! હજી પણ તે તાપસના કાંઈ ખબર ન મળ્યા.” પોપટ બેલ્યો; “હે કુમાર ! તમે ખેદ ન કરે. આજે જ તમને તેનો સંગમ થશે. તે બને ત્યાં વાર્તાલાપ કરી રહ્યા હતા, એટલામાં મયૂર પર બેઠેલી દેવાંગના જેવી એક કન્યા ત્યાં આવી, જિનેન્દ્રની પુષ્પચંદનાદિથી પૂજા કરી પ્રભુ સમક્ષ નૃત્ય કરવા લાગી. તે બાળાની નૃત્યકળાને જોતા રત્નસાર કેટલીકવાર ઊભો રહ્યો ત્યાં તે કન્યાની નજર કુમાર પર પડી. તે જોતાં જ તેણે નૃત્ય બંધ કર્યું. તે કુમારનાં અદ્ભુત રૂપથી વિસ્મય પામી; કુમાર પણ રૂ૫ લાવણ્યના કોષ જેવી પ્રમદાને જોઈ બધે; “હે દેવી! તને કાંઈ હરકત ન હોય તે જણાવ કે તું મેર પર સ્વેચ્છાએ. વિચરનારી કોણ છે? અને તું કયાંથી આવે છે? હું ઈચ્છા રાખું છું કે તું તારું ચરિત્ર મને સંભળાવીશ. તે બોલીઃ “હે કુમાર, હું મારી દુઃખપૂર્ણ કથા તમને શું કહું? છતાં તમે સાવધાન થઈને સાંભળે –
અહીંથી થોડેક દૂર કનકપુરી નામની નગરી છે. ત્યાં કનકેવજ નામે રાજા રાજ્ય કરે છે. તે રાજાને કુસુમશ્રી