________________
૨૦૩ નામે રાણું છે, તેણે એક રાત્રે સ્વપ્નમાં બે માળાઓ ખેળામાં.. પડતી જોઈ. સ્વપ્ન જોઈ તે તુરત જાગી ગઈ અને રાજા પાસે આવી સ્વપ્નની વાત કહી, રાજા વિચાર કરીને બોલ્યા: “હે.. ભદ્રે ! આ સ્વપ્નથી એમ જણાય છે કે તું પુત્રીના જોડલા ને જન્મ આપીશ. સ્વપ્નના આવા મધુર ફળને જાણ રાણું અત્યંત ખુશ થઈ, અને બાકીને વખત ધર્મધ્યાનમાં ગાળે.
અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામવા લાગે, માસ પૂર્ણ થયે રાણએ રૂપરૂપના અંબાર જેવી બે કન્યાને જન્મ આપે ઉત્સવ વગેરે કર્યા બાદ પહેલી કન્યાનું નામ અશોકમંજરી અને બીજી કન્યાનું નામ તિલકમંજરી એવું પાડ્યું. પાંચ ધાવમાતાએથી પોષણ કરાતી બન્ને બહેનો. શુકલ પક્ષના ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામવા લાગી, કમે કરી તે અને કન્યાઓ સર્વ કળામાં નિષ્ણાત થઈ. છલછલ લાવપ્ય યુક્ત સુવર્ણમય શરીરવાળી અદ્ભુત સૌંદર્યવાન અને જેનારાનાં ચિત્તને હરનારી તે બન્ને બાળાઓ પૂર્ણ વિકસિત. યૌવનના આંગણે આવી પહોંચી.
ત્રણે લેકની સ્ત્રીઓમાં અભૂત નમૂનારૂપ તે બને. બહેનને પરસ્પર ગાઢ સ્નેહ હતું, એટલે સુધી કે તેઓ પરસ્પર ક્ષણવારને વિરહ પણ સહન કરવા સમર્થ નહતી જેમકે. सह जग्गिराण सह सोयराण सह हरिससोअवताणं । नयणाणं घन्नाणं आजम्मकत्तिम पिम्मं ॥ १ ॥
અર્થ:–સાથે જાગનારી, સાથે સૂનારી, સાથે ખુશ. થનારી, સાથે શેક કરનારી હતી. બને ચક્ષુઓની જેમ જન્મથી બંધાયેલે વિશુદ્ધ પ્રેમ અવર્ણનીય હોય છે.