________________
૨૦૫
જતી રહી? હે બેટી તારું શું થયું? હાય ! હાય ! હું. શું કરું?”
અહીં તિલકમંજરી પણ મૂર્છા પામી પૃથ્વી પર ઢગલે થઈ ઢળી પડી. વાયુવારિ વગેરેના શીત પચારથી તે શુદ્ધિ પામી અને છાતી ફાટ રુદનથી વિલાપ કરવા લાગી, “હે બહેન! તારા વગર હું શી રીતે જીવીશ? તું એકવાર તો. તારું મેં બતાવ, મેં તારે શે અપરાધ કર્યો છે? ઈત્યાદિ વિલાપ કરતાં સંધ્યા થઈ ગઈ. સહુ લકે પોતપોતાના ઘરે. પાછાં આવ્યા રાજા-રાણી અને તિલકમંજરી ન વર્ણવી. શકાય તેવું દુઃખ અનુભવી રહ્યાં હતાં. નગરમાં ચારે તરફ . અશકમંજરીની જ ચર્ચા ચાલતી હતી. પ્રમદાઓ બીકની. મારી ઘરમાં જ ભરાઈ ગયેલી હતી. નગર પર જાણે શેકના વાદળ છવાઈ ગયાં હતાં, અને સૌ નિદ્રાધીન થયાં.
તિલકમંજરીથી નિદ્રાદેવી રિસાઈ અત્યંત દૂર જતી. રહી હતી. તેની આંખે સામે બાલવયથી માંડીને અત્યાર સુધીના નિર્દોષ પ્રેમની મધુર સ્મૃતિઓ એક પછી એક
સ્મૃતિપટ પર દષ્ટિગોચર થયા કરતી હતી. આખરે તેનાથી ન રહેવાયું. તે ઊઠી અને ચકેશ્વરી દેવીના મંદિરમાં આવી ભક્તિપૂર્વક પૂજા કરી બોલી, “હે માત ! મારી બહેનની ખબર મને ત્વરાથી આપ. નહિતર આ ભવમાં ચારે આહારનો ત્યાગ કરૂં છું. તે સાંભળી તેની ભક્તિથી સંતુષ્ટ થયેલી દેવી પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યાં. હે ભદ્રે ! તારી ભગિની. આનંદમાં છે. તે તેની ચિંતા ન કર. તું ઘેર જઈ ભેજન કર. એક મહિના પછી તને અશોકમંજરીના સમાચાર મળશે.