________________
૧૭૭
એવું બળ કેમ નાશ પામ્યું?” મુનિ બેલ્યા, “હે રાજન ! પાંચમા ક૫માં વાસ કરનાર અમૃતપ્રિય નામનો એક દેવછે. તે મને વાંદવા અહિં આવ્યું હતું તેણે પૂછયું હતું કે મારું ચવન થયા પછી મારા વિમાનમાં દેવપણે કેણ ઉત્પન્ન થશે? ત્યારે મેં તેને કહ્યું કે રણશર રાજા તારા વિમાનમાં દેવ થશે. તે બેભેઃ “હે પ્રભે ! તે પોતાની શ્રીકાન્તા નામની પત્નીમાં અત્યંત આસક્ત હોવાથી ધર્મનું નામ પણ જાણતો નથી. તેથી તે શી રીતે મારી જગ્યાએ આવશે?” તે સાંભળી મેં કહ્યું: “હે દેવ અહીં આવવાથી તે રાજા મારાથી પ્રતિબોધ પામી ધર્મ સ્વીકારશે. તે સાંભળી દેવ તને પકડી અહીં લાવ્યું છે માટે હે રાજન ઉભયલેકમાં કલ્યાણ માટે દેવાધિદેવ જિનેશ્વર પ્રણિત ધર્મને સ્વીકારી તું તારા જન્મને સફળ કર.”
પછી રાજાએ ભાવથી સમ્યત્વ સહિત બાર પ્રકારને શ્રાવક ધર્મ સ્વીકાર્યો. અહીં તે દેવ પણ પ્રગટ થઈ તેની
સ્તુતિ કરવા લાગે, કે હે રાજન ! નિશ્ચય તું ધન્ય છે, કૃતપુણ્ય છે! વળી હે રાજન તે તારે અવતાર સફળ કર્યો. ઇત્યાદિ સ્તુતિ કરી દેવે રાજાને તેના સ્થાનમાં પહોંચાડ્યો. હવે રાજા “હું પર્વ દિવસમાં જીવીશ ત્યાંસુધી પૌષધ કરીશ.” એવો નિયમ અભિગ્રહ લઈને સમ્યફ રીતે જિનધર્મારાધન કરવા લાગ્યો.
એક દિવસ તે અંતઃપુરમાં ગયે ત્યાં પોતાની શ્રીકાન્તાને નહિ જેવાથી ચિંતામાં વ્યગ્ર થઈ સેવકને શોધવા માટે મોકલ્યા, પરન્ત શ્રીકાન્તાનો ક્યાંય પત્તો ન લાગ્યું. ત્યારે હતાશ થઈ ૧૨