________________
૧૮૦,
વ્રત સાંભળવા લાગ્યા. પ્રભુ કહે છેઃ “ હે ભવ્યજીવો ! જે પુરુષ અતિથિ સંવિભાગ નામનું વ્રત નિરંતર પાળે તે ભાગાને ભાગવી મેાક્ષાનદને પામે છે. જે મહાત્માએ તિથિપર્વ, ઉત્સવ વગેરે સર્વના ત્યાગ કરેલા હાય, તે અતિથિ કહેવાય. બાકીના અભ્યાગત કહેવાય.
: સમ્ એટલે આધાકર્માદ્રિ બેતાલીશ દોષથી રહિત વિ વિશિષ્ટ એવા, માત્ત એટલે પશ્ચાત કર્મ (પાછું ફરી કરવું ન પડે) વિ. દોષોને ટાળીને અન્નના જે અશ આપવા તે વિભાગ કહેવાય છે. અતિથિને જે પુરુષ દાન આપે છે તે જિનદત્તની જેમ આલેાકમાં સુખસંપત્તિ અને પરલેાકમાં શિવસિદ્ધિ સંપન્ન કરે છે. તે સાંભળી આણુă ખોલ્યા, હું પ્રભુ ! તે જિનદત્ત કેાણ હતા ? અને શી રીતે એણે અતિથિસ વિભાગ વ્રત આયુ ? પ્રભુ ખોલ્યાઃ “ હું શ્રાવક ! એના દૃષ્ટાંતને સાંભળ:—