________________
ઉલ્લાસ બીજે
કામદેવ’ શ્રાવકનું ચરિત્ર
હવે શ્રી સુધર્માસ્વામી શ્રી જખ્ખસ્વામીના પૂછવાથી કામદેવ શ્રાવકનું ચરિત્ર કહે છે. આ ભરતક્ષેત્રમાં ધનધાન્યથી ભરપૂર ચંપા નામની નગરી છે. ત્યાં પૂર્ણભદ્ર નામનું એક ચૈત્ય છે તે નગરીને અધિપતિ જીતશત્રુ રાજા હતો. તે પ્રજાનું પુત્રની માફક પાલન કરતો હતો. કામદેવ નામને વણિક વસતે હતે. તેને પૂર્ણકળાએ ખીલેલા ચંદ્ર જેવા મુખવાળી ભદ્રા નામની ભાર્યા હતી. તે કામદેવ પાસે ઘણું દ્રવ્ય હતું. છ કરોડ મહેરો જેટલું દ્રવ્ય વાણિજ્યમાં, છે કરેડનું વ્યાજમાં રોકાયેલું, છ કરોડનું દ્રવ્ય ભૂમિમાં નિધાન રૂપે હતું. દસ દસ હજાર ધેનુની સંખ્યાવાળા છ ગેકુળ તે ભાગ્યશાળીને ત્યાં હતાં. બીજી પણ પુષ્કળ રિદ્ધિ તેને હતી. આમ અનેક પ્રકારે મનુષ્ય સંબંધી સુખ ભેગવતે કામદેવ કાળનિર્ગમન કરતો હતો.
અહીં એક દિવસ ચરમ તીર્થકર શાસનાધિપતિ શ્રી વીર જિનેન્દ્ર પૂર્ણભદ્ર ચેત્યે પિતાના પરિવાર સાથે સમવસર્યા,