________________
૧૮૯ ચિત્તવાળા, અને વિવિધ લબ્ધિઓથી વિભૂષિત થયેલા નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠ કરનારા પ્રથમ ગણધર ગૌતમસ્વામી ગોચરી. અથે વાણિજ્ય ગામમાં આવ્યા. તેઓ ગોચરી વહેરી પાછા ફરતા હતા ત્યાં તેમણે કેટલાક સન્નિવેશે જતા લોકોના મુખથી સાંભળ્યું કે આણંદ શ્રાવકે અનશન લીધું છે. તે સાંભળી ગૌતમસ્વામી આણંદને વંદના કરાવવાના હેતુથી. કેલ્લાક સન્નિવેશની પષધશાળામાં પધાર્યા, આણંદ ગૌતમસ્વામીને જોઈ અત્યંત હર્ષિત થઈ ઊઠવા ગયે, પણ અશક્તિને લીધે ન ઊઠી શક્યો, ત્યારે ગૌતમસ્વામી તેની પાસે ગયા અને ઊઠવાની ના કહી. પછી આણંદે ગૌતમસ્વામીના ચરણમાં મસ્તક નમાવી નમસ્કાર કર્યા પછી તે પૂછવા લાગે. ” “હે ભગવદ્ ! શ્રાવકેને પણ અવધિજ્ઞાન ઉત્પન્ન થાય ? ગૌતમસ્વામી બેલ્યા. “હા, થાય.” તે બેલ્થ. હે પ્રભો ! મને પણ અવધિજ્ઞાન થયું છે તેથી ત્રણે દિશાઓમાં પાંચસો જોજન સુધી લવણ સમુદ્ર અને ઉત્તર દિશામાં લઘુ હિમવંત પર્વત જોવામાં આવે છે. તેમજ અર્ધમાં લેલક નારક અને અને ઊર્ધ્વમાં પ્રથમ દેવલેક દેખાય છે.”
તે સાંભળી ગૌતમસ્વામીએ કહ્યું. “હે આણંદ! ગ્રહસ્થ અવધિજ્ઞાનથી આટલું બધું જોઈ જાણી ન શકે, માટે તું મિથ્યાદુકૃત દે.” આણંદ બેભેઃ “હે ભગવન! વીરવચન વિરૂદ્ધ નિરૂપણ કરે તે મિથ્યા દુષ્કૃત આપે કે સત્યપ્રરૂપણ કરે તે આપે?” ગૌતમ બોલ્યાઃ “હે શ્રમણે પાસક ! અસત્ય પ્રરૂપણ કરે તે જ મિથ્યાદુકૃત આપે, બીજા નહિ.” ત્યારે આણંદ બે. “હે ભગવન ! ત્યારે તે આપ જ મિથ્યાકૃત આપે. તે સાંભળી શંકાશીલ મનવાળા ગૌતમ