________________
રત્નસાર ” ની કથા –
રત્નવિશાળા નામની નગરીમાં સમરસિંહ નામને રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં વસુકુમાર વણિક વસતે હતું. તેને રત્નસાર નામે એકને એક પુત્ર હતા. એક દિવસ તે મિત્ર સાથે ફરતે ફરતે એક વનમાં આવી પહોંચ્યા. ત્યાં વિનયધર નામના આચાર્યને ત્રણ પ્રદક્ષિણા દઈ ભાવપૂર્વક વાંદી ત્યાં બેઠે. પછી અંજલિ જોડી વિનયપૂર્વક કહેવા લાગ્યું; “હે ભગવન્! મનુષ્ય, સુખને શી રીતે મેળવે ?” ગુરુ બેલ્યાઃ “હે ભદ્ર! સંતોષથી જીવ ઉભય લોકમાં આનંદ-મંગળ પ્રાપ્ત કરે છે. તે સંતોષ બે પ્રકારે છે. દેશથી અને સર્વથી તેમાં મુનિમહારાજને સર્વથી અને ગૃહસ્થને દેશથી સતેષ હોય છે તે પરિગ્રહના પ્રમાણ વડે, કહ્યું છે કે –
असंतोषवतः सौख्यं, न शक्रस्य न चक्रिणः॥ जन्तो सन्तोष भाजोः, यद् भव्यस्येव हि जायते ॥१॥
અર્થ:–અસંતોષી એવા શકે અને ચકી જે આનંદ અનુભવતા નથી તે આનંદ સંતોષી ભવ્યજી આ સંસારમાં અનુભવે છે. માટે હે ભવ્યજી ! તમે પરિગ્રહનું પ્રમાણ