________________
૧૯૭
સાથે રહું, કે જાણે ક્યારે શું થાય, કદાચ દૈવયોગે કુમાર કેઈ વિષમ સ્થાને પહોંચી જાય તે હું તેને મદદગાર થઈશ.” શ્રેષ્ઠી બેલ્યો, “હે શકરાજ! તેં મને સાચું કહ્યું, માટે હે સ્વચ્છમતે ! તું શીધ્ર જઈ કુમારને સાથી બન. ત્યારે પોપટ પણ પોતાને કૃતાર્થ માનતો પીંજરામાંથી નીકળી વિગપૂર્વક ઊડ્યો અને કુમારને આવી મળ્યો, કુમારે પણ લઘુ બાંધવની જેમ પોતાના ખોળામાં બેસાડ્યો. કુમારના મિત્રે પાછળ રહી ગયા. કુમારને અશ્વ ન દેખાવાથી તેઓ પિતપોતાના ઘરે પાછા આવ્યા.
અશ્વ પર આરૂઢ થઈ વેગપૂર્વક ગતિ કરતે કુમાર પિપટ સાથે એક ઘનઘોર અટવીમાં આવી પહોંચ્યો. ઘેરીઘેરી વૃક્ષઘટાઓ, મનમોહક લતામંડપ, કલકલ કરતાં ઝરણુઓ, નિર્દોષ પ્રાણીઓ અને વ્યોમવિહારી પશુઓ જેતે તે ચાલ્યો જતો હતો ત્યાં તેણે દેવ જેવા દિવ્ય શરીરવાળા તાપસકુમારને વૃક્ષની છાયામાં હિંડેળા પર હિંચકતાં જોયો, તેના ઘૂઘરાળા કેશ, શશિસમવદન પુષ્ટબાંધે, કમળદળ જેવાં સ્નિગ્ધ નેત્ર, વિશાળ વક્ષસ્થળ અને સુડોળ ચહેરાને જોઈ કુમાર તેના પ્રત્યે નેહભરી લાગણીથી પોતાના બાંધવની પેઠે જેવા લાગ્યો. ત્યારે તે તપાસકુમાર પણ રત્નસારને કંદર્પ જે જોઈ નેહપૂર્વક વિચારવા લાગ્યું. અહો ! આ મારો મહેમાન આવ્યો છે. એમ વિચારી તે હિંડોળા પરથી ઊતરી કુમાર પાસે આવી બેભે. “હે સન્દુરુષ! કયે તમારે દેશ? કયુ નગર? તમે કયા કુળના? તમે જ્ઞાતે કેણું છે ? તમારા માતાપિતા કેણુ? તમારો સ્વજન વર્ગ તથા