________________
૧૯૪ કરો. તે સાંભળી રત્નરૂપ શ્રેષ્ઠપુરુષ રત્નસારે સમ્યકૃત્વ સહિત પરિગ્રહનું પ્રમાણ કર્યું તે આ પ્રમાણે, હે ભગવન ! મારે એક લક્ષ રને, દસ લાખ સુવર્ણ દ્રવ્ય, વિડુર્ય રત્ન, તથા મુક્તાફળના આઠ આઠ ચરૂ, દસ દસ હજાર ગાયોની સંખ્યાવાળા છ કુળ, જૂ નું નાણું આઠ કરડ, એક વાહનો, એક હજાર ઘેડાઓ, એકસો હાથીઓ, અને પાંચ હવેલી, આટલું ક, આ સિવાય મારે બીજું દ્રવ્ય ન કલ્પ. બીજું, હે પ્રભો ! હું રાજ્ય ગ્રહણ નહિ કરું અને પાંચે અતિચાર વજીને શુદ્ધ પંચમઅણુવ્રત ગ્રહણ કરૂં છું.” એ પ્રમાણે વ્રત લઈ ગુરુ ને વાંદી તે ઘેર આવ્યા. પછી તે સારી રીતે શ્રાવકધર્મ પાળવા લાગે.
એક દિવસ મિત્રેથી પરિવરેલે રત્નસાર એક વનમાં . આવી પહોંચે, વનમાં પરિભ્રમણ કરતા એવા રત્નસારે કિન્નરનું એક જોડલું જોયું, કે જેનું મુખ ઘોડા જેવું હતું અને શરીર મનુષ્યનું હતું. અરે ! આવું મેં ક્યાંય જોયું તે નથી, પણ સાંભળ્યું ય નથી. વિસ્મય પામેલે રત્નસાર મિત્રે પ્રતિ હસીને કહેવા લાગ્યું. જે આ મનુષ્ય હોય તો આમને ઘડાનું મોટું ક્યાંથી આવ્યું ? તેથી તે મનુષ્ય નથી અને દેવ પણ નથી, પરંતુ કોઈ દીપાંતરથી આવેલું તિર્યંચનું જેલું જણાય છે. અથવા કેઈ દેવતાનું વાહન હોય તે કાંઈ કહી ન શકાય ! તે સાંભળી કિન્નર બોલ્યોઃ “હે રત્નસાર ! તું જ તિર્યંચ તુલ્ય જણાય છે. તું અમને લેવા દેવા વગરને શા માટે વિડંબના પમાડે છે? અમે તો વેચ્છાચારી વિલાસવંત વ્યંતર છીએ, તું જ શિંગ-પૂછડા