________________
૧૮૪ રત્ન કાઢી તેણે કોઈ વણિકની દુકાને ગીરે મૂક્યું, અને તે દ્રવ્યથી સારું ભોજન બનાવી, પતિને પ્રેમપૂર્વક પીરસ્યું, શ્રેષ્ઠી ખાતે જાય છે અને વિચારતો જાય છે, નિશ્ચય આ મારી પત્ની અણસમજુ છે, કે જેથી તે કરજ કરી મારી ભક્તિ કરે છે. અત્યારે તે ભેજન બહુ મીઠું લાગે છે, પણ પાછળથી બહુ મુશ્કેલ પડશે. એમ વિચારી શેઠ બોલ્યો, અરે ગાંડી ! તું નકામી મારા માથે કર શા માટે કરે છે? પાછળથી તે કેણ તારે બાપ ભરશે? પૂર્ણ બોલી, હે નાથ ! મારા પિતાએ તેમને અનર્ગલ લક્ષ્મી આપી છે છતાં આપ આમ કેમ બોલો છો? તે સાંભળી શ્રેષ્ઠી તે. આભો જ બની ગયો. જમ્યા પછી તે જ્યાં પોટલી જોવા ગયો ત્યાં બધા પત્થર રત્ન રૂપે જોયા. શ્રેષ્ઠી વિચારવા લાગ્યો નિશ્ચય આ સુપાત્રદાનનું જ માહાત્મ્ય છે. આ લેકમાં જ આવું પ્રત્યક્ષ ફળ મળ્યું છે તે આગામી અવતારમાં જરૂર શિવસુખનું સાધન થશે.” એમ જાણી તે પ્રિયાને કહેવા લાગ્યો; “હે પ્રિયા ! કુદરતની કરામત શું ઓછી છે! સુપાત્રે વાવેલું ધન જલદી અને મોટા પ્રમાણમાં ઊગી નીકળે છે.
ત્યારપછી શ્રેષ્ઠીએ બનેલી બધી બીના પિતાની પત્નીને જણાવી. શુદ્ધાહારને સુપાત્રે સદુપયોગ કરવાથી તે એટલો બધે ધનાઢય થયો કે તેને મહિમા ઘરે ઘરે ગવાયો. તે આ લેકમાં અનુપમ આનંદ અનુભવી પરલેકે પણ સાદી અનંત શિવસુખ સંપાદન કરશે.
ઇતિ જિનદત્ત કથા સમાપ્ત છે