________________
૧૮૩ આપે તે, તમે તેને જે માગે તે આપજે, અન્યથા નહીં. દેવીનાં વચન સાંભળી જિનદત્તને સસરે કહેવા લાગ્યઃ “હે જમાઈરાજ ! તું મુનિદાનના પુણ્યને ચે ભાગ મને આપે તે તું જે માગીશ તે તને આપીશ.” તે સાંભળી જિનદત્ત બોલ્યઃ “હે સસરાજી ! તમે ઉચિત ન કહ્યું. કારણકે કલ્પવૃક્ષનું ઉમૂલન કરીને લીમડે કોણ આપે? મદમસ્ત ગંધહસ્તીને વેચી ગધેડે કોણ ખરીદે ? કઈ ચિંતામણિરત્ન આપી શું કાચને કટકે લેતા હશે ? માટે સસરાજી ! મુનિદાનનું ફળ મનુષ્ય સંબંધી દેવ સંબંધી અને મોક્ષ સંબંધી પણ સુખ આપે છે. એવા મુનિદાનના ફળને વેચી કયો પુરુષ વિનશ્વર દ્રવ્યને છે ?
જમાઈના આવાં વચન સાંભળી પૂર્ણાને બાપ બેદરકારી બતાવવા લાગ્યો તેથી જિનદત્ત પણ ફરી યાચના ન કરી, કારણ કે “માનધન પુરુષ પ્રાણના વિયોગે પણ કુલ મર્યાદા નથી મૂકતા.” નિરાશાની દારુણ વેદનાથી અંતરની ઊર્મિઓ. દારિદ્રતાના પ્રચંડ રૂપમાં ફેરવાઈ ગયેલી જોઈ જિનદત્ત કમેકરી પોતાના ગામ પાસેના નદીકિનારે આવી વિશ્રામ માટે બેઠે. તે વિચારવા લાગ્યો કે મારી પત્નીએ મને બહુ આગ્રહથી પિતાના પીયર મોકલ્યો હતો, પણ મારું આ સ્વરૂપ જોઈ તેને બહુ દુઃખ થશે. એમ વિચારી તેણે નદીનાળાંના ગોળ ગોળ પત્થર ભેગા કર્યા, તેની પોટલી માથે મૂકી તે પિતાના ઘેર આવ્યા.
ત્યારપછી તેની ભાર્યા પોતાના પતિને ધન સાથે આવતે જોઈ તેની સામે દેડી અને પતિના મસ્તક પરથી પોટલી ઉપાડી, એકાન્તમાં મુકી. તેમાંથી એક