________________
જિનદત્તની સ્થા
પિતનપુર નગરમાં મહાસમૃદ્ધિશાળી જિનદત્ત નામને વણિક વસતો હતો. પૂર્ણ નામની તેને સુશીલ પત્ની હતી, તે શ્રેષ્ઠી બહુ સરલ પરિણામી અને દાનચીવાળે હતે. એક વખત તે નગરમાં ધર્માચાર્ય સપરિવાર સમવસર્યા, તેમને વાંદવા શ્રેષ્ઠી સપરિવાર ગયે. વિધિપૂર્વક વંદન કરી ઉચિત સ્થાને બેઠે. સૂરિરાજની દેશના સાંભળી તેણે શ્રાવકધર્મ સ્વીકાર કર્યો. વળી એ અભિગ્રહણ કર્યો કે હે સ્વામી! મારે એકાંતરે ઉપવાસ, ત્રણેકાળ જિનપૂજા, તથા ઉભયકાળ પ્રતિકમણ કરવું. તે સાંભળી ગુરુએ તેને અભિગ્રહનું પચ્ચફખાણ આપ્યું, પછી ગુરુજીને વાંદી તે પોતાને ઘરે આવ્યું.
શુદ્ધ ભાવથી ધર્મારાધન કરતે તે શ્રેષ્ઠી પિતાને કાળ વ્યતીત કરવા લાગ્યો. થોડા દિવસ પછી પૂર્વ કર્મના દોષથી તે સાવ નિધન થઈ ગયો. ત્યારે તેની પત્ની પૂર્ણાએ કહ્યું; “હે નાથ! આમ કયાં સુધી ચાલશે! હવે ધન કમાવાની કેઈ આશા નથી. કેમકે ધન વગર ધન પ્રાપ્ત થતું નથી. માટે હે વલ્લભ! તમે જે મારા પીયરમાં જાવ અને મારા પિતા પાસેથી ધન લાવી કાંઈ વેપાર કરે તે આપણે સંસાર