________________
૧૮૨
સુખે ચાલે. પણ તે શ્રેષ્ઠી શરમને માર્યો ત્યાં ન ગયો. પત્નીના બહુ આગ્રહથી સાથવાનું ભાથું લઈ ઊપડ્યો. તે દિવસે તેને ઉપવાસ હતો, બીજે દિવસે મધ્યાહ્ન સમયે તે એક ગામ નજીક આવી પહોંચ્યો. ત્યાં જળથી પરિપૂર્ણ અને કમળાથી સુશેભિત એક સરોવરના કિનારે વૃક્ષની છાયામાં બેસી તેણે સાથવાને ભીને કર્યો, મુખશુદ્ધિ કરીને વિચારવા લાગ્યો, મારા ઘેર તે હમેશાં સાધુ સાધ્વીઓ આવ્યા કરે છે, પરંતુ હમણું અહીં કઈ મુનિરાજ આવે તે મારું ભાગ્ય ઊઘડી જાય. આમ વિચારે છે ત્યાં ભાગ્યયોગે નિરંતર માસક્ષમણને પારણે માસક્ષમણ કરનારા એવા મુનિરાજને આવતા જોયા. મુનિરાજને આવતાં જોઈ અત્યંત હર્ષને ધારણ કરતો જિનદત્ત તેની સામે ગયો, વંદના કરી વિનમ્રભાવે વિનતિ કરી કે, “હે મુનિરાજ! પ્રાસુક આહાર વિહારી મારે વિસ્તાર (ઉદ્ધાર) કરે.” -મુનિએ શુદ્ધ આહાર જાણું ગ્રહણ કર્યો, શ્રેષ્ઠીએ પણ શુદ્ધભાવથી સુપાત્રદાન કરી અનગલ પુણ્ય ઉપાર્જયું, કેમે કરી તે ચોથે દિવસે સસરાના ઘરે પહોંચ્યો.
ત્યારબાદ તેણે ત્યાં જિનેશ્વરે એ બતાવેલા વિધિ પ્રમાણે પારણું કર્યું, પછી જિનદત્તને તેના સસરાએ મ–કુશળ પૂછી, આવવાનું કારણ પૂછયું, ત્યારે જિનદત્ત પોતાની બધી હકીકત નિવેદન કરી. તે સાંભળી સમસ્ત પરિવારે વિચાર્યું, જે આને દ્રવ્ય આપશું તે આ પાછો કંગાલ થઈ અહીં આવશે. માટે આ બાબતની સલાહ કુળદેવીથી લેવી જોઈએ. પછી તેઓ કુળદેવીની આરાધના કરવા લાગ્યા. એટલામાં કુળદેવી સાક્ષાત્ થઈ બોલી સાંભળે, આ જિનદત્ત મુનિદાનથી જે પુણ્ય ઉપાર્જન કર્યું છે તેને ચોથો ભાગ જે તે તમને