________________
૧૮૬
દેવી ! શ્રી વ માનસ્વામી દ્યુતિપલાસ ચૈત્યમાં સપરિવાર સમવસર્યા છે. તેમની પાસે મેં શ્રાવક ધર્મ ગ્રહણ કર્યાં છે. માટે તું પણ જલદી ત્યાં જઈ પેાતાના જન્મને સફળ કર ”– તે સાંભળી શિવાનંદાએ અત્યંત હર્ષપૂર્વક સમવસરણમાં આવી પ્રભુને વિધિપૂર્વક વાંદ્યા.
પછી તે . ખાલી, “ હે નિરાધારના નાથ ! મને પણ શ્રાવક વ્રત ઉચ્ચરાવેા કે જેથી હું સંસારની પેલે પાર નીકળી જા.” ત્યારપછી પ્રભુ પાસેથી શ્રાવક ધમ ગ્રહણ કરી શિવાનંદા પોતાને ઘરે આવી.”
અહીં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે. “હું સ્વામી ! આણંદ શ્રાવક યતિ ધર્મ લેશે કે નહિ ? ” પ્રભુ માલ્યા : “ હે ગૌતમ !—તે આ ભવમાં યતિમ નહી લે.”
શિવાનંદા સાથે આણંદ સાવધાનીપૂર્વક પ્રસન્ન મનથી જિનધર્મારાધન કરવા લાગ્યો. કહ્યુ છે કેઃ—
भव सय सहस्स दुलहे जाइ जरा मरण सायरुत्तारे ॥ जिणवयणंमि गुणायरे, खणमवि मा काहिसिपमायं ||१||
અર્થ:—હે ભન્યજીવ ! લાખા જન્મથી પણ ન મેળવી શકાય એવા તેમજ જાતિ જરા–મરણુ રૂપ વિકરાળ જળચરાથી વ્યાપ્ત સંસાર સમુદ્રને પાર ઊતારનારા એવા જિનરાજના વચન રૂપ ગુણાના સમૂહને વિષે ક્ષણમાત્ર પણ પ્રમાદ ન સેવ.
આમ આણંદને જિનધમ આરાધતા ચૌદ વર્ષ પસાર થઈ ગયાં. પંદરમા વર્ષની ધર્મ જાગિરકા કરતા આણુંદ વિચારે છેઃ હજી સુધી મેં પરિવારના સ્વામિત્વપણાનુ' પાલન