________________
૧૭૮ રાજાએ એક તિષીને બોલાવી પૂછયું, “હે નિમિત્ત! મારી ભાર્યાને કાંઈ પત્તો નથી. તે કયાં મળશે તે કહે.”
તિષી બોલ્યાઃ “હે રાજન! તે ઉત્તર દિશામાં જવાથી મળશે.” તે સાંભળી રાજાએ ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું. ક્રમશઃ ચાલતે રાજા પાંચમે દિવસે એક મહાઅટીમાં આવેલા ધનંજય નામક યક્ષ મંદિરે આવી પહોંચે. તે દિવસે ચૌદશ મહાપર્વ હોવાથી રાજા પૌષધ લઈ મૌન પૂર્વક ધર્મધ્યાન કરવા લાગ્યું. એટલામાં એક સુભટે આવી કહ્યું, “હે રાજન ! દોડે, દોડે, આ દુષ્ટ પુરુષ તમારી રાણીને લઈ જઈ રહ્યો છે. માટે તમે તેને છેડા. તે સાંભળી રાજા વિચારવા લાગ્યા. માતા, પિતા, ભાઈ, ભગિની અને ભાર્યા વગેરે જીવોને વારં વાર મળે છે, પરંતુ આ વ્રત સંગ મહાદુર્લભ છે તે હું શી રીતે ત્યજુ?” એમ વિચારી રાજાએ જાણે સાંભળ્યું જ ન હોય તેમ વિશેષ પ્રકારે ચિત્તને ધર્મમાં . એટલામાં તે શ્રીકાન્તા એક ભયંકર પુરુષ સાથે ત્યાં આવી કહેવા લાગી કેઃ “હે વલ્લભ ! હે પ્રાણનાથ !! આ દુરાત્માથી મને છેડાવો, આ દુષ્ટ મારી પાછળ પડ્યો છે. પોતાની પત્ની બીજાને આધીન જોઈ કોણ શાંત રહે? હે નાથ ! મારા પર જે આપને અત્યંત પ્રેમ હતો તે કયાં ગયે ? આ અબલાની જરાક તે દરકાર કરે. નહીં તે આ દુષ્ટ નિશ્ચય મારું શિયળ ખંડિત કરશે.” ઇત્યાદિ સાંભળવાથી પણ જ્યારે રાજાનું મન ચલિત ન થયું ત્યારે તે યક્ષ પ્રતિકૂલ ઉપદ્રવ કરવા લાગે. ધૂળની વર્ષા, મહાસર્ષે ફેલી ખાય તેવી કીડીઓ, વાઘ વરુ હાથી વગેરે વિકુવી અનેક પ્રકારે પરીક્ષા કરી. પરંતુ તે પુણ્યાત્મા ધર્મધ્યાનથી જરાયે ચલાયમાન થયે નહીં ત્યારે તે