________________
૧૬૬
મારી ભક્તિથી દેવી પ્રસન્ન થયાં છે. કેમકે જ્યારે હું પ્રાતઃકાલે પૂજા માટે આવું છું. ત્યારે દેવીના ચરણમાં પડેલા સુવર્ણમણિ આદિ પામું છું, આમ થવાથી મારા ઘરે આનંદ મંગળ પ્રવર્તે છે. તેથી જ હું ઉત્તમ દ્રવ્યથી દેવીની દરરોજ પૂજા કરું છું. તે સાંભળી રાજાએ નિશ્ચય કર્યો કે તે ચેર જ અહીં રાતે આવે છે. પછી રાજા સંધ્યા સમય સુધી વનમાં સંતાઈ રહ્યો. અને રાત્રિ સમયે મંદિરમાં આવી ગુપ્તપણે ચેરની. રાહ જોવા લાગ્યા. અહીં અધીં રાત વીત્યા પછી કેસરી ચોર આકાશમાંથી ઊતર્યો, પવનપાવડી હાથમાં લઈ તે મંદિરમાં આવ્યું. દેવીની પૂજા કરી વિનતિ કરવા લાગ્યો, “હે મારી માવડી ! તારી કૃપાથી હું ધનાઢય થયે છું, હવે તું જ મારી રક્ષા કરજે.” એમ કહી તેણે દેવીના ચરણોમાં મેતી માણેક સુવર્ણ દ્રવ્ય વિગેરે મૂકયાં જ્યાં એ પાછા ફરવા જાય છે ત્યાં રાજા મંદિરના દ્વાર બંધ કરી બેત્યેઃ “હે પાપી ! તું નિત્ય મારા નગરમાં ચોરી કરે છે. હું જોઉં છું કે હવે તને કેણ બચાવે છે?”
તે સાંભળી કેસરીએ કોંધપૂર્વક પાવડી રાજા પર ફેંકી તેથી રાજા બારણું મૂકી ખસી ગયે, પછી કેસરી બળપૂર્વક દ્વાર ખોલી નાઠે.
રાજા બોલ્યા, “હે સેવકે ! પકડે આ પાખંડીને નાસવા ન પામે, જલદી પકડે, નહીં તે નાસી જશે.” આગળ. ચેર અને પાછળ સેવકે સાથે રાજા વેગ પૂર્વક દેડવા લાગ્યો. કેસરી એવા વેગથી દડ્યો કે રાજા તથા તેના સેવકે બહુ પાછળ પડી ગયા. ભયભીત થયેલ ચેર વૈરાગ્ય પૂર્વક હૃદયે વિચારે છે. અહે! મારા કઠેર પાપનાં ફળને મેં આ ભવમાં