________________
૧૬૪ કાંઈ પ્રયજન નથી. તેને પાળીને માટે કરવાનું મારું કર્તવ્ય મેં બજાવ્યું. હવે એના સંબંધમાં અમે જવાબદાર નથી.”
તે સાંભળી રાજાએ કેસરીને બોલાવીને કહ્યું: “હે પાપી ! મારા નગરથી બહાર નીકળ, જે કઈ દિવસ મારી પૃથ્વી પર તને ફરતે જઈશ કે સાંભળીશ, તે હે પાખંડી! નિશ્ચય તારા પાખંડના ચૂરેચૂરા કરી નાખીશ.” એમ કહી. તેને નગર બહાર કાઢી મૂકો.
- રાજાની બીકથી કેસરી સિંહની માફક ફરતો ફરતે એક ઘનઘોર વનમાં આવી પહોંચ્યા. ત્યાં નિર્દોષ હરણ, સસલાં, મેર, પિપટ વગેરે કિર્લોલ કરતાં સ્વેચ્છાએ વિચરી રહ્યાં હતાં. હજારે વડવાઈઓથી વિંટળાયેલા વિશાળ વડવૃક્ષ નીચે બેઠેલે કેસરી પિતાની સામે શીતળ જળથી પરિપૂર્ણ અને કમળોથી સુશોભિત એવા એક સરોવરને જોઈ ત્યાં પાણું પીવા ગયે. જળપાન કરી વિચારે છે. અરે ! મને ધિક્કાર છે કે આજે મેં ચેરી કર્યા વગર પાણી પીધું, એમ વિચારી તે વટવૃક્ષ નીચે આવી બેઠે. એટલામાં આકાશમાંથી પાદુકાના પ્રભાવે કોઈ પુરુષ સરોવરની પાસે ઊતર્યો. પાદુકા એકાન્તમાં મૂકી તે સ્નાન માટે સરેવરમાં પડ, અહીં કેસરી ચોર અપૂર્વ પાદુકાને પહેરી આકાશમાં ઊડી ગયે. આખો દિવસ કઈ સ્થાનમાં રહી રાત્રે ઘેર આવી પિતાના પિતાને કહેવા લાગ્યોઃ “હે દુષ્ટ ! તેં રાજા પાસે ચોરીનું કલંક મારા પર લગાવી મને નગર બહાર કઢા, માટે એનું ફળ જે.” એમ કહી તે પોતાના પિતાને લાકડીથી મારવા લાગ્યું, અને એટલે બધે માર્યો કે તે મરણને શરણ થયા.