________________
કેસરી ચારની કથા
આ ભરતક્ષેત્રમાં જ કામપુર નામનું નગર છે તેમાં હાથીની સૂંઢ જેવી દીર્ઘ અને ઘાટીલી ભુજાઓથી સ શત્રુઓના ગૌરવને પેાતાના ગૌરવમાં પલટાવનાર ન્યાયરૂપી સૂર્યથી અન્યાયરૂપી તિમિરને હણનાર અને ધાર્યા કામાં વિજય મેળવનાર વિજયચંદ્ર નામના રાજા પ્રજાનુ પુત્રની માફક પાષણ કરતા રાજ્ય કરતા હતા. તે નગરમાં જસંઘદત્ત નામના શ્રેષ્ઠી વાસ કરતા હતા. તેને એકના એક કેસરી નામના પુત્ર હતા, પણ કુસ`ગની અસરથી અને કર્માંના પરિથાકથી તે ચારી કરવામાં એવે પ્રવીણ થયેા કે શેાધી જોડ ન મળે. પેાતાની કુટેવાથી લાચાર થયેલા કેસરી રાજ નવાં નવાં મકાનેાની મુલાકાત લઈ મહામૂલા માલ લઇ આવર્તે. તેના પિતા તેને અહુ સમજાવતા પણ ધનની પાછળ ગાંડા અનેલા તે પિતાની કે પોતાના પ્રાણની પણ પરવા ન કરતે. કેસરીએ પિતાનું કહેવું ન માન્યું ત્યારે સંઘદત્ત સ્વયં રાજ દરબારમાં પહાંચ્યા. રાજાને પ્રણામ કરી કહેવા લાગ્યા; “ હું સ્વામિન ! મારા કેસરી નામના પુત્ર નગરમાં રાજ ચારી કરે છે. મારા વારવાથી તે નથી માનતા. મારે એવા પુત્રનુ