________________
પુણ્યબળથી જીવતે જતો રહ્યો તે તું જીભથી શા માટે પાપ બાંધે છે?” વીર ; “ભાઈએ દુષ્ટ સર્ષ મુનિને કરડે તેથી તે તેને મારવામાં જ ધર્મ છે. કેમકે અપરાધીને મારવામાં કાંઈ દોષ નથી. દુષ્ટોને દંડ અને શિષ્ટનું પિષણ એ જ ક્ષત્રિયને ધર્મ છે. ” ધીર બોલ્યા, “હે ભાઈ ! તારે આવું ન બોલવું જોઈએ.” પછી ધીરે મણિમંત્રષધિઓથી મુનિને સચેતન કર્યા, અને મુનિને વંદન કરી ખુશી થતાં બંને ઘેર આવ્યા. લાંબા વખત સુધી જિનધર્મારાધન કરી પૂર્ણ આયુષ્ય ધીરને જીવ તું સૂરસેન અને વીરને જીવ મહાસેન થયો. પૂર્વે કઠોર વચનથી બંધાયેલા કમેં મહાસેનની જીભ પર ભયંકર રોગ થયે. અસાધ્ય એવા તે રોગને મહામંત્ર નવકારના પ્રભાવે તે દૂર કર્યો. મુનિનાં વચન સાંભળી તે બન્નેને જાતિસ્મરણ જ્ઞાન થયું; સંસારની અસારતા જાણું શુદ્ધ ભાવે બંને જણાએ ગુરુ પાસે પ્રવજ્યા લીધી. સત્તર પ્રકારે સંયમને પાળતા અને શુદ્ધ અન્ન પાણી ગ્રહણ કરતાં આ અવનીને પાવન કરવા લાગ્યા. શુકલધ્યાનરૂપી અગ્નિએ કરી અષ્ટકર્મોના ઓઘને બાળી બને મહા પુરુષે આ આલમને મૂકી અજર અમર પદને પામ્યા.
ઈતિ સુરસેન અને મહાન કથા સમાપ્ત છે
૧૧