________________
પ્રભુ કહે છે—હે ભવ્ય છે ! આ દૃષ્ટાંતને સાંભળી અનર્થદંડરૂપ કઠેર વચને ન બેલવાં જોઈએ. તે અનર્થદંડ ચાર પ્રકારે છેઃ (૧) પ્રમાદથી કરેલે (૨) હિંસા પ્રદાન (૩) અપધ્યાન અને (૪) પાપકર્મોપદેશ, પ્રમાદથી હિંસા કરાય તે પ્રમાદાચરણ કહેવાય. પ્રાણીઓને વધ થાય એવાં યંત્રશસ્ત્ર, સાંબેલું, ખાણુઓ, ઘાસ અને કાષ્ઠનું આપવું તે હિંસાપ્રદાન કહેવાય. આરૌદ્ર ધ્યાનથી જે ચિત્તવન કરાય તે અપધ્યાન કહેવાય અને બીજાને પાપકર્મને ઉપદેશ આપવો તે પાપકર્મોપદેશ કહેવાય. આવા પ્રકારના અનર્થદંડને શ્રાવકેએ હંમેશાં ત્યાગ કરે જોઈએ, તે સાંભળી આણંદ શ્રાવકે પણ અનર્થદંડ નામના ત્રીજા ગુણવ્રતને ધારણ કર્યું.
હવે પ્રભુ અનુક્રમે ચાર શિક્ષાવ્રત કહે છે હે ભવ્ય! સાવધાન થઈ સાંભળે – ... સાવદ્ય યોગને ત્યાગ કરી અંતમુહૂતયાવત્ શુભધ્યાનપૂર્વક જે વર્તન થાય તેને સામાયિક નામનું પહેલું શિક્ષાવ્રત કહેવાય. સાધુઓનું લાંબા કાળથી પાળેલું ચારિત્ર સામાયિક વિના એગ્ય ફળ આપનારું થતું નથી. અત્યંતકૂર, બહુ પાપ કરવામાં મગ્ન અને કુત્સિતકર્મ કરનારે પણ સામાયિકથી કેસરીની માફક શુદ્ધિ કરી શુદ્ધ થાય છે. આણંદે પૂછયું; “હે સ્વામિન્! તે કેસરી કેણ હતું? શી રીતે તેણે સામાયિક વ્રતનું પાલન કર્યું તે કૃપા કરી જણાવે.
પ્રભુ કહે છે –હે ભદ્ર ! સાવધાન થઈ સાંભળઃ–