________________
૧૬૭ પ્રાપ્ત કર્યું, મારા મસ્તકે વિકરાળ કાળ જીભનાં લબકારા મારતે ઊભે છે. જરૂર, આજ મારું મૃત્યુ થશે. વેગથી દેડતા કેસરી ચેર, નગર સમીપને ઉદ્યાન પાસેથી નીકળે, ત્યાં તેણે મુનિને એ ઉપદેશ આપતાં સાંભળ્યા કે, “રાગદ્વેષને મૂકી જે જીવ શુભ ધ્યાનમાં રહે છે તે ક્ષણ માત્રમાં જ ઘેર પાપથી પણ મુક્ત થઈ જાય છે. “મુનિના આ શબ્દોએ તેના પર અત્યંત અસર કરી, તે ત્યાં જ મૂર્તિવત્ થંભી ગયો. તે સંસારની અસારતાને ભાવતે વિચારવા લાગ્યો કે, લક્ષ્મી જળના કિલ્લેલ જેવી ચપળ છે. શરીરનું રૂપ સંધ્યાના રંગ જેવું છે પરાક્રમ ધ્વજવસ્ત્રના છેડા જેવું અસ્થિર છે. આયુષ્ય વીજળી જેવું ચપળ છે. આ જગતમાં સર્વ વસ્તુ વિનશ્વર છે. માટે આ દુઃખનાં મૂળરૂપ સંસારમાં રહેવાથી શું ફળ છે? આમ અનિત્ય ભાવના ભાવ તે ધર્મધ્યાનમાં લીન થઈ ગયે. ગાઢ એવા ધાતી કર્મને નાશ થવાથી તેને અપ્રતિપાતિ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ' અંહી રાજા તેની તપાસ કરતો. ત્યાં આવી પહોંચ્યું કે જ્યાં કેસરી કેવળી ઊભા હતા. તેમને જોઈ રાજા છે, “હે વીરે! આ ચારને મારી નાખે.” રાજાની આજ્ઞાથી સુભટે જ્યાં આગળ વધે છે ત્યાં દિવ્ય શરીરવાળા અને દિવ્ય વસ્ત્રાભૂષણથી વિભૂષિત થયેલા દેવતાઓ આવી કેવળીને નમસ્કાર કરવા લાગ્યા. તે જોઈ સુભટ સાથે રાજા વિસ્મય પામી જેવા લાગ્યા. એટલામાં દેવોએ કેવળીને સાધુવેશ પહેરાવ્યો. અને તેમને સુવર્ણકમળ પર બિરાજમાન કર્યા, તે જોઈ જેના હૈયામાં હર્ષ સમાતું નથી તેવા વિજય રાજાએ કેવળીને ત્રણ પ્રદક્ષિણ પૂર્વક પ્રણામ કર્યા.