________________
૧૨૬
ત્યાર પછી તે દેવ બોલ્યા “ હે કેશવ ! પુણ્યવાનોની વચમાં તું જ એક રત્નરૂપ શ્રેષ્ઠ પુરુષ છે. તારા જેવાના જ જન્મથી પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે. એ દિવસ પહેલાં સુરેન્દ્ર દેવસભામાં તારી પ્રશ'સા કરી હતી કે યશેાધર શ્રેષ્ઠીનો તારુણ્ય વિશિષ્ટ દેહવાળો, અત્યંત પવિત્ર આત્મવાળા, કેશવને તેના રાત્રિભોજન વ્રતથી વિચલિત કરવા કોઈ સમથ નથી. કેશવ તે વ્રતમાં મેરુ શિખરની જેમ દૃઢ વિશ્વાસવાળા છે તે સાંભળી સર્વ દેવાએ તેમની હામાં હા કરી. પણ વિહ્નસુર નામના દેવે વિચાર્યું કે . ઈન્દ્રમહારાજા જે કહે છે. તે અસત્ય છે, કારણ કે મનુષ્યમાં આવી દૃઢતા કથાંથી આવે ? તેથી જ મે અહીં આવી યક્ષગૃહ અને યાત્રિકા બનાવી તારી પરીક્ષા કરી, પણ તારા ચિત્તને વિચલિત કરવામાં હું જરાએ સમથ ન થયા, માટે તું ખરેખર ધન્ય છે, કૃતપુણ્ય છે, હે મહાભાગ મે તારા અપરાધ કર્યા છે, તેને તુ પ્રસન્ન થઈ ક્ષમા કર.... હું ભાઈ, દેવનુ દન વ્યર્થ થતું નથી. માટે તું કાઈ પણુ વરદાન માગ કેશવ ખેલ્યા, “ હે દેવ ! તારા દર્શનથી મને અધુ પ્રાપ્ત થઈ ગયું છે. મારે કાંઈ જોઈતું નથી હું સૌમ્ય ! તું ન માગે તો કાંઈ નહીં, પણ આજથી તારાં ચરણ પ્રક્ષાલિત પાણીના છાંટવાથી રાગી પુરુષ, નિરોગી થશે; તું અભિલાષિક થઈ મનમાં જે જે કામના કરીશ તે તે તરત પૂર્ણ થશે. પુણ્યવાને માટે કાંઈ અસાધ્ય નથી,” એમ કહી દેવ તેને એક નગર પાસે મૂકી ચાલ્યા ગયા. અહીં કેશવ પ્રાતઃ કાળમાં ઊડીને સુસજ્જ રસ્તા, ગલીઆ, ભવ્ય મદિરા અને મનમેાહક ઉદ્યાનાથી વિભૂષિત એક નગર નુએ છે. તે પ્રાતઃકાર્ય કરીને નગરમાં જવા ઊપડે છે, તેવામાં રસ્તામાં તેણે