________________
૧૪૯ કૃષ્ણ ચારુદત્ત પર પ્રમુદિત થઈ પુષ્કળ ધન સાથે એક સુંદર આવાસ આપ્યો. ત્યાં તે મૃગાવતી અને વિદ્યાધરી સાથે સંસાર સંબંધી સુખે સેવતે રહેવા લાગ્યો, દિગ્વિરમણવ્રતને સમ્યફ પ્રકારે પાળતે પિતાનું આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં ગયો. જ્યારે ચારુદત્તે દિવિરમણવ્રત નહોતું લીધું ત્યારે તે અત્યંત દુઃખી થયો. અને તે વ્રત ધારણ કર્યું ત્યારે તે સુખી થયો.
ઈતિ ચારુદત્ત કથા સમાપ્ત છે માટે હે ભવ્ય ! તમે દિગ્વિરમણ વ્રતને આદરે. જિનેશ્વરના મુખથી ચારુદત્તની કથા સાંભળી આણંદ ઉર્ધ્વ અધે અને તિછ એ ત્રણે દિશાગમનનું પરિમાણ કર્યું તે આ પ્રમાણે . अहन्नं भंते समणोवासओ दिसिपरिमाणवयं पच्चक्खाइ तं जहा, उढदिसिपरिमाणे, अहोदिसिपरिमाणे, तिरिअदिसिपरिमाणे करेइ ।।
શ્રાવકે દિશાપરિમાણનું પચ્ચક્ખાણ કરે છે તે ત્રણ પ્રકારે છે. ૧ ઊર્ધ્વ દિશાપરિમાણ ૨. અધે દિશાપરિમાણ ૩. તિછ દિશાપરિમાણ.
વળી આ વ્રતના પાંચ અતિચાર છે. તે શ્રાવકે જાણવા, પણ આદરવા નહીં. તે આ પ્રમાણે છે ૧, ઊર્વ દિશાના પરિમાણને અતિક્રમવું. ૨, અદિશાના પરિમાણને અતિકેમવું અને ૩, ત્રાંસી દિશાના પરિમાણથી અતિકમણ કરવું. ૪, એક તરફ પરિમાણ વધારવું અને બીજી તરફ ઘટાડવું ૫, વિસ્મરણ થવાથી ધારેલાં પરિમાણનો ત્યાગ કરે.