________________
૧૪૮ સરખું કાંઈક બતાવે.” ત્યારે વિદ્યાધર બેલ્યાં. “હે દેવેશ્વર! આ શ્રેષ્ઠ પુરુષને તેના સ્થાને પહોંચાડી અમે તેની યથેચ્છ સેવા કરીશું. માટે આપ આની ચિંતા ત્યજી દે.” તે સાંભળી દેવ ચારુદત્તને સ્તુતિપૂર્વક નમસ્કાર કરી સ્વસ્થાને ગયો.
ત્યારબાદ મુનિરાજે કહ્યું “હે ચારુદત્ત ! દિશાવિરમણ વ્રતને સ્વીકારનારા ગૃહસ્થને, ત્રસ, સ્થાવર જીવોને અભયદાન છે તથા લેભસમુદ્રની નિયંત્રણ ઈત્યાદિ મહાન લાભ થાય છે. સર્વજ્ઞ ભગવતે શ્રાવકને તપેલા લેખંડના ગેળા જે કો છે. જીવ પિતાના દેહથી સર્વસ્થાને ગમનાગમન કરતે, નથી, પણ તે અવિરતિ હોવાથી અવિરતિપણાથી બંધાતું પાપ તેને નિરંતર લાગ્યા જ કરે છે. તે સાંભળી ચારુદત્ત બેલ્ય.
હે ભગવન્! દિશાવિરમણવ્રત નહિ લેવાથી જ ગહન દુ:ખના દરિયામાં ડૂખે. માટે હે ભગવન ! હું મારા નગરમાં જઈને તે વ્રત ધારણ કરીશ.” હવે અને વિદ્યારે મુનિરાજને વંદના કરી ચારુદત્ત સાથે વૈતાઢય પર્વત પર આવ્યા.
એક વિદ્યારે પિતાની પુત્રી ચારુદત્ત સાથે પરણાવી, ચારુદત્ત પણ મનુષ્યચિત સુખ ભગવતે કાળ નિર્ગમન કરવા લાગ્યો, એક દિવસ તેને પિતાનું વતન યાદ આવ્યું તેથી તેણે વિદ્યાધરોને વિદાય માટે અરજ કરી. વિદ્યાધરે કહ્યું,
ચારુદત્ત ! આ મારી બીજી કન્યા માટે મેં એક તિષીને પૂછયું હતું કે આને સ્વામી કેરું થશે? તે બે કે દ્વારિકા નરેશ હરિવંશી રાજા કૃષ્ણ, તમારી પુત્રીને પતિ થશે. માટે તું દ્વારિકા જઈ મારી પુત્રીને કૃષ્ણ સાથે પરણાવ. ચારુદત્ત કબૂલ કર્યું, તે પત્નીયુક્ત સાળી સાથે ખેચરે આપેલા વિમા નમાં બેસી દ્વારિકા આવ્યો, અને બેચર કન્યા કૃષ્ણને પરણાવી.