________________
૧૫૨
અનાજના સંગ્રહ કરવા માંડ્યો. કેટલાક માણસે! પેાતાના કુટુંબ સાથે પરદેશમાં જતાં રહ્યાં. વળી કેટલાક તા વહાણમાં બેસી દ્વીપાંતરે ચાલ્યા અને રાજા આદિ કેટલાંક લેાકા ચિંતામય ચિત્તવાળા થઈ ત્યાં જ રહેવા લાગ્યા.”
અહીં અષાઢ મહિનાના પહેલા દિવસે જ પૂર્વ દિશામાંથી ઠંડા ઠંડા પવન વાવા લાગ્યો, પશુ-પક્ષીઓ આનદુ કિલ્લાલ કરવા લાગ્યાં. એટલામાં પૂર્વદિશાથી એક કાળું ભમ્મર ગિરિરાજ સમુ વાદળ ઊઠયુ' અને જોતજોતામાં તેણે સૂર્ય ને પેાતાના અંચળમાં સતાડી તાપના નાશ કર્યો.
આ મનાવ જોઈ રાજા વિચારવા લાગ્યોઃ નિશ્ચય આ વાદળ શુભ સૂચવે છે. રાજા આદિ નગરજના મેઘના સંદેશ રૂપ વાદળને જોઈ આનંદ અનુભવતા તેની સાસુ મીટ માંડીને ઊભા હતા. એવામાં તે વાદળ આખા નગરનું છત્ર મની ગયુ, ગના કરતાં વાદળાંએ તે ખાર વર્ષીના દુષ્કાળ પર ત્વરાથી ચઢી આવ્યાં, વીજળી ઝબૂકવા લાગી, પક્ષીઓ મધુર ગીતા ગાતા વ્યોમવિહાર કરવા લાગ્યાં, વૃક્ષેાની ડાળીઓ આનંદમાં આવી નાચવા લાગી, જોરશેાર કરતા પવન કુદરતી દૃષ્યને ઝાંખા પાડવા લાગ્યા. એટલામાં તેા દુષ્કાળને ખાંડવા રૂપ મુશળધાર વરસાદ ગાજવીજ સાથે વરસવા લાગ્યો, ક્ષણ માત્રમાં પૃથ્વી જળમય થઈ ગઈ.
રાજા સાથે લેાકેા પણ પ્રસન્ન થઈ પરસ્પર હાથને તાળી દઈ જ્યોતિષીનાં વચન પર હસવા લાગ્યા. જળવર્ષાં એવી થઈ કે એક વૃષ્ટિથી જ સૃષ્ટિ સૌન્દયતાને પામી. ખેતરી ધાન્યથી ભરપૂર થઈ ગયાં, દૂરના ડુંગરા લીલાછમ થઈ ગયાં,