________________
૧૫૪ તેથી તેને રેગ વૃદ્ધિ પામતે એક દિવસ તે વિચારે છે અહો ! જરૂર ભેગાંતરાય કર્મને ઉદય થયો છે, સરસ પદાર્થો મને વધારે પડે છે. વળી રેગ અને ઉપભેગને આડવેર છે. તેથી મારી સ્ત્રી પણ મારાથી દૂર નાસે છે. અહો ! આ સ્વાથી સંસારને સનેહ સાચે નહિ પણ સ્વાર્થ સધાયા સુધીનો જ છે. એમ વિચારી તેણે ગુરુ પાસે આવી છએ વિગઈને ત્યાગ કર્યો અને દેવાંગના માનુષી અને તિર્યકયોનિની સ્ત્રીઓના ત્યાગરૂપ ચતુર્થવ્રત ઉચ્ચર્યું. ઘેર આવી સુખે વ્રતનું પાલન કરત સંતોષથી રહેવા લાગ્યો. વ્રતના પ્રભાવથી તે થોડા દિવસમાં રેગ મુક્ત થયો. તેના ઘરમાં લક્ષ્મીની પણ વૃદ્ધિ થવા લાગી તેથી તે મહાસમૃદ્ધિશાળી થયો. તેની હવેલીમાં અત્યંત સુંદર રૂપ–આકારવાળી દેવાંગનાઓ જેવી ઘણી દાસીઓ હતી પણ વૈરાગ્યવાસિત હૃદયવાળ વણિક વિષયોને વિષથી પણ અધિક દુઃખદાયી સમજતે કારણ કે વિષ એક વખત જ મારે છે. જ્યારે વિષય અનેક વખત મૃત્યુ પમાડે છે. તે પિતાનું દ્રવ્ય સાતેક્ષેત્રમાં વાપરી તેને સદુપયોગ કરતા સમય ગાળવા લાગ્યો.
એક વખત ત્યાં દુર્ભાગ્યે મહાદુઃખદાયી દુષ્કાળ પડ્યો. ગઈ કાલના તવંગર આજે નિધન દેખાવા લાગ્યા. ચારે બાજુ આફતના પડછાયામાં ભૂખમરાના ભણકારા વાગવા લાગ્યાં. તે વખતે શ્રેષ્ઠીપુત્ર ઉત્તમ પ્રકારના ભેજનેથી મુનિમહારાજની ભક્તિ કરવા સાથે દુઃખીઓને દાન, ભુખ્યાને અન્ન અને વસ્ત્રહીનેને વસ્ત્ર આપવા લાગ્યો. પિતાના વ્રતને સારી રીતે આદરતે દાનાદિ ગુણેથી પ્રખ્યાતિ અને પ્રશંસાને