________________
ધર્મકુમારની સ્થા
આ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં કમલપુર નામનું નગર છે ત્યાં સહસ્ત્રાક્ષ નામને રાજા પ્રજાને પુત્રની પેઠે પાળ રાજ્ય કરતા હતા. એક દિવસે તે દરબારમાં બેઠે હતો ત્યાં એક તિષીએ આવી રાજાને આશીર્વાદ આપ્યો. રાજાએ તેને સન્માન આપી ઉચિત આસને બેસાડ્યો. રાજાએ પૂછ્યું; “હે નિમિત્તજ્ઞ! તું નિમિત્તથી શું જાણે છે? તારા જ્ઞાનથી તું જે જાણતા હોય તે કહે.”
જ્યોતિષી બોલ્યો, “હે રાજન! હૃદયને મજબૂત કરી સાંભળે, મારાં નિમિત્ત જ્ઞાનથી જણાય છે કે આ વખતે બાર વર્ષનો દુકાળ પડશે. તે સાંભળીને રાજા વિચારવા લાગ્યો. જે બાર વર્ષનો કાળ પડશે તે નિશ્ચય મારી પ્રજા મરણને શરણુ થશે. અરેરે ! હવે મારે શું કરવું? દુકાળના ભયથી રાજા બહુ દુઃખી થવા લાગ્યો. હવે રાજાએ પરદેશમાં સુવર્ણ, મણિ, રત્ન ઈત્યાદિ વેચી નાખી પોતાના નગરમાં અઢળક અનાજ એકઠું કર્યું. અને પ્રજાને પણ ચેતવણી આપી કે દુષ્કાળથી બચવા સહુ અનાજ ભરવા માંડે. કેટલાક ધનિકે એ