________________
૧૪૦
તે પ્રાણ, પીંજર મૂકી ઊડવાની તૈયારીમાં છે. હાય ! હાય ! - હવે શું કરું? પણ પછી બુદ્ધિ સૂઝવાથી તે અંજલિ જોડી પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરવા લાગ્યું, અને ધર્મ ધારણ કરી પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ અને રાત્રિ ભજનનું પ્રત્યાખ્યાન કર્યું, ત્રણ પ્રકારના પ્રમાદને વજી ચારે પ્રકારના આહારને ત્યજી અને સાગારી અનશન સ્વીકાર્યું, પછી આત્માને સમાધિમાં સ્થાપી, ચતુર્વિધ શરણ લીધા કે મારે જિનેશ્વર, સિદ્ધ સાધુ, અને કેવળી પ્રરૂપિત ધર્મ જ શિરણ થાઓ. માતપિતા, ભાર્યા ભગિની, પુત્ર કન્યાદિ અત્યંત
સ્નેહવાળું કુટુંબ પણ મૃત્યુના મુખમાં પહોંચેલાની રક્ષા માટે કાંઈ કામ નથી આવતું. તે જ ધન્ય તથા કૃતપુણ્ય છે કે જે તૃણની માફક ચંચળ લક્ષ્મીને ત્યાગી સંસારથી છૂટી ગયા છે, અર્થાત્ જેણે અવ્યાબાધ આનંદ આપનાર ચારિત્ર્ય લીધું છે. મારા જેવા લેભાંધ દ્રવ્યની ઈચ્છાથી નિશ્ચય આવી જ અવસ્થા પ્રાપ્ત કરે છે, ચારુદત્તને આવી સ્થિતિમાં જોઈ કૂવામાં પડેલે દયાળુ પુરુષ બે , “હે સાધમિક બંધુ! તું ખેદ ન કર. ઈન્દ્ર પણ પૂર્વકૃત કર્મને ટાળવા સમર્થ નથી. મનુષ્ય પૂર્વકૃત કર્મના પ્રસાદથી જ દુઃખ અને સુખ પામે છે. હે ભાઈ, હું તને એક ઉપાય બતાવું છું તે તું સાંભળ, દર ત્રીજા કદિવસે અહીં રસ પીવા માટે એક ઘ આવે છે. આ સિવાય તારા માટે જીવવાને એક ઉપાય નથી.” પિતાના જીવનના ઉપાયને સાંભળી ચારુદત્ત ઘણે ખુશ થયે, હવે તેને ખાત્રી થઈ કે પિતે જીવતો બહાર નીકળી શકશે. અહીં પૂર્વ પતિત પુરુષ પંચપરમેષ્ટિને ધ્યાતો શરીરના ગળી જવાથી મરણને શરણુ . પછી ચારુદત્ત નારકાવાસ જેવા તે કૂવામાં બહુ