________________
૧૪૪ ચાંચમાંથી ચારુદત્તવાળી મશક છૂટી અને એક મોટા સરવરની મધ્યમાં પડી શીઘ્રતાથી મશક ફાડી, જેમ માતાના ગર્ભમાંથી બાળક નીકળે તેમ ચારુદત્ત સરોવર પાર કરી બહાર આવ્યો, સ્નાન કરી વનમાં ભટકતો વિચારવા લાગ્યા; અહો ! વિધિ વિચિત્ર છે. આપત્તિ પર આપત્તિ વગર આમંત્રણે આવતી જાય છે, અહી કઈ માણસ દેખાતું નથી, ચારેબાજુ મેટા પર્વત છે. આ ઘનઘોર વનમાં મારું શું થશે તે કાંઈ સમજાતું નથી. મારી સ્થિતિ ભૂખ્યા ઉંદર જેવી થઈ છે. (કઈ માણસે પકબંધ કરંડિયામાં એક સર્પને પૂરી ઘરના એક ખૂણામાં રાખ્યો હતો. તે સર્પની ક્ષુધા તૃષાથી તમામ આશા નિરાશામાં પલટાઈ ગઈ હતી. ઈન્દ્રિયે શિથિલ થઈ ગઈ હતી. તેને લાગ્યું કે હું જીવતે બહાર નહિં નીકળી શકું, તેટલામાં એક ઉંદર ખેરાકની તપાસમાં ત્યાં આવી પહોંચે. કરંડિયાને પકબંધ જાણી તેણે નિશ્ચય કર્યો કે આમાં કાંઈ ખાવાનું હોવું જોઈએ. પછી કરંડિયામાં કાણું પાડી તેણે પ્રવેશ કર્યો. ત્યાં સર્ષ પિતાના મુખથી ઉંદરને પકડી ગળી ગયે. અને ઉંદરે કરેલા છિદ્રથી પોતાના રસ્તે પડ્યો) આવ્યો હિતે સુવર્ણ લેવા અને ગાઢ જંગલમાં ફસાઈ ગયે. આમ વિચાર કરતા ચારુદત્ત ચાલ્યો જાય છે ત્યાં એક પર્વતના શિખર પર બંને બાહુ ઊંચા કરી આતાપના લેતા પૈર્યવંત મુનિરાજને જોઈ આશાના આકાશમાં મનના મિનારા ચણત ચારુદત્ત મુનિ પાસે આવી પ્રદક્ષિણા પૂર્વક પ્રણામ કરી બેઠે. કાઉસગ્ગ પારી મુનિ બોલ્યા, “હે મહાનુભાવ તું કોણ છે? આ વિષમ સ્થાનમાં કેવી રીતે આવ્યું, અને શા માટે આવ્યો?
ગક બીજી મશક વિષે કાંઈ જણાવ્યું નથી.