________________
૧૪૫
આ કુંભકુંડ નામનો દ્વીપ ભયંકર સમુદ્ર વડે વિંટળાયેલ છે. તેમાં આ કક્કોડ નામનો પર્વત છે. આ દ્વીપમાં દેવ, વિદ્યાધર જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિ સિવાય કેઈપણ આવવા સમર્થ નથી. આ દ્વીપને ફરી વળેલા મહાસાગરને પાર કરી તું શી રીતે અહીં આવ્યું?” ત્યારે ચારુદત્તે પિતાની સઘળી કથા ગદ્ગદ્ કઠે કહી સંભળાવી.” | મુનિ મહારાજે કહ્યું, “હે ભદ્ર ! સંસારમાં જીવને વિપત્તિઓ સુલભ અને સંપત્તિઓ દુર્લભ હોય છે, તે ભાગ્યશાળી કર્મને ઉલ્લંઘવા ઈન્દ્ર પણ શકિતમાન નથી. માટે તું તારા હૃદયમાંથી શોકરૂપી પિશાચને કાઢી નાખ.” ઈત્યાદિ ધર્મોપદેશ મુનિ મહારાજ આપતા હતા ત્યાં બે પુરુષ આકાશમાગેથી ઉતરી વંદના કરી મુનિ પાસે બેઠા, ત્યારે ચારુદત્ત તે બંનેને પૂછયું, “હે ભાગ્યશાળી ! તમે કેણ છે? અને ક્યાંથી આવો છે ?” તેઓ બોલ્યા અમે વિદ્યાધરો છીએ, આ મુનિ અમારા પિતાશ્રી છે. અને અમે તેમને વાંદવા જ વતાઢય પર્વત ઉપરથી આવીએ છીએ.” આમ વાર્તાલાપ ચાલે છે ત્યાં આકાશમાં દેવદુંદુભિ વાગી.
તે સાંભળી બધાએ આકાશમાં જોયું, ત્યાં એક દિવ્યા વિમાન સર્વ દિશાઓને તેજોમય કરતું આવ્યું તેમાંથી દેવદેવીઓથી પરિવરેલો એક મહાન સમૃદ્ધિશાળી દેવ ઊતર્યો. તેણે પહેલાં ચારુદત્તને પ્રણામ કર્યા. અને પછી મુનિજીને વાંદયા, તે જોઈ વિસ્મય પામેલા બંને ખેચરે બેલ્યા, “હે દેવ ! ઈચ્છારહિત, અહંકારરહિત, મમતારહિત, સમાન ચિત્તવાળા પાંચ મહાવ્રત ધારણ કરનારા એવા અને દયાના નિધાન
૧૦