________________
૧૩૯
સન્યાસીએ માંચીને દોરડા બાંધી તેને કૂવામાં ઉતાર્યાં. તે જ્યાં રસ ભરવા ગયા ત્યાં કાઇ પુરુષ ખેલ્યા; “ હું પુરુષ તું રસને અડતા નહીં. ” તે સાંભળી વિસ્મિત ચારુદત્તે કહ્યુ હું ભાનુશ્રેણીના પુત્ર સન્યાસીની આજ્ઞાથી રસ લેવા આવ્યે છું, તું મને શા માટે રાકે છે? અને તું છે કેણુ ? ” ત્યારે કૂવામાં રહેલા માણુસ બેલ્ટે; “ હે સજ્જન ! હું પોતે વિણક છુ, મધ્યસાગરમાં મારુ' પ્રવણ ભાંગી જવાથી એક પાટિયાના સહારે હું સમુદ્ર કાંઠે આવ્યા, પછી મને આ સન્યાસી લાભલાલચ આપી તારી જેમ મને પણ અહી લાવ્યેા હતા. જ્યારે હું રસની તુંબડી સાથે બહાર નીકળ્યો. ત્યારે તે દુષ્ટ રસથી ભરેલી તુંબડી લઇ દોરડી કાપી નાખી તેથી હું અહી પડ્યો છું, માટે હું મિત્ર ! તને હું કહું છું કે આ દુષ્ટાત્મા સન્યાસી મનુષ્યને લાભલાલચ આપી આ કૂવામાં ઉતારે છે. પછી રસ લઈ મનુષ્યને આ કુવામાં નાખી દે છે મારી પણ આવી દુર્દશા આ દુષ્ટ કરી છે. વળી હું ભાઇ ! આ રસનો સ્પર્શી તું ન કર. તુંબડી મને આપ તે હું તે ભરી આપું. તે સાંભળી ચારુદત્ત તુંબડી તે પુરુષને આપી. તે પુરુષે ભરીને પાછી ચારુદત્તને આપી. પછી ચારુદત્ત જોસથી સાદ પાડ્યો. હું સન્યા........સી........મે. રસ ભર્યો છે, હવે મને બહાર કાઢો........ત્યારે સન્યાસી આવ્યે તું પહેલાં મને તુંબડી આપ પછી હું તને બહાર કાઢીશ. ચારુદત્ત બેાલ્યા, ના, તું મને તુંબડી સાથે બહાર કાઢ, ત્યારે અત્યંત ક્રેાધિત થયેલ સન્યાસીએ માંચી ખેંચીને તુંબડી સાથે ચારુદત્તને કૂવામાં ફૂંકા પણ પુણ્યયેાગે તે મેખલા પર પડેલા વિચારે છે કે પહેલાં તે મારું સઘળું દ્રવ્ય નાશ પામ્યું, બીજું મારા માતા– પિતાનું મરણ થયું ત્રીજું, પ્રવણ ભાંગ્યું અને ચોથીવાર