________________
૧૩૮ સંન્યાસી આવતે દેખાયે, તે આમતેમ ફરતે ચારુદત્તની પાસે આવ્યા. તેજથી દેદિપ્યમાન એવા સંન્યાસીને જોઈ તેણે નિશ્ચય કર્યો કે આ કોઈ અસામાન્ય પુરુષ છે, આની પાસે કાંઈક વિદ્યા કે કળા હશે. એમ વિચારી ચાદ તેને પ્રણામ કર્યા, સંન્યાસી બોલ્યાઃ હે વત્સ ! આમ આવ. તું શા માટે દુઃખી જે દેખાય છે? જંગમ કલ્પવૃક્ષ જે હું હયાત છું ત્યારે તારા ઘરમાં દારિદ્રશ્ય કેમ નિવાસ કરે?” તે સાંભળી ચારુદત્ત અત્યન્ત હર્ષને ધારણ કરતે બોલ્ય; હે ભગવન ! આપના દર્શનથી આજ સઘળું દારિદ્રય નષ્ટ થયું છે.” આમ કહી ચારુદત્ત તે સંન્યાસીની તન-મનથી ભક્તિ કરી, પછી તે શયતાન રૂપી સંન્યાસી બેલ્યો. “હે ચારુદત્ત તું મારી પીઠ પર બેસી જા, એટલે તારું દારિદ્રશ્ય નષ્ટ કરું.” તે સાંભળતાંજ ચારુદત્ત તેના પર સવાર થઈ ગયો. ચારુદત્તને લઈને સંન્યાસી એક અટવામાં આવ્યું. ત્યાં એક મેટો પર્વત હતું કે જેનું શિખર આકાશથી ઢંકાવાને લીધે દેખાતું ન હતું, તે પર્વતમાં એક બિલ (યરૂ) હતું. સંન્યાસીએ તેનું દ્વાર ઉઘાડ્યું. પછી બન્નેએ પ્રવેશ કર્યો, આગળ સંન્યાસી અને પાછળ ચારુદત્ત ચાલ્યા જાય છે ત્યાં એક કૃ આવ્યો તે એટલે બધે ઊંડે હતું કે તેમાં શું હતું તે દેખાતું ન હતું, વળી તે અત્યંત દુર્ગધથી ભરપૂર અને નરકાવાસ જે ભયંકર હતા. પછી સંન્યાસી બેલ્યો; “હે પુત્ર ! તું આ કૂવામાં પ્રવેશ કરી, એના રસથી આ તુંબડી ભરીને મને આપ પછી હું તને આ કૂવામાંથી બહાર કાઢીશ. સંસારમાં ઉત્તમ દેવતાઓને પણ આ રસ મળવો અતિ દુર્લભ છે, આના એક બિન્દુથી પણ ઘણું તાંબુ સોનું થઈ જાય છે. તે સાંભળી ચારુદત્ત લેભ વશ થઈ તુંબડી સાથે માંચી પર બેઠે.