________________
૧૩૬ યામાં ડુબેલે ઊભો હતે, તેટલામાં તેની પત્ની મૃગાવતી આવી. પિતાના પતિને આવેલે જોઈ તે ખુશી થઈ બોલી, “હે સ્વામિન, ! આપ ખેદ ન કરતાં ધીરજને ધારણ કરે. પદાર્થના નષ્ટ થવાથી પુરુષે શક નથી કરતા, આમ અનેક પ્રકારે પતિને સાંત્વના આપી, ઘેર લાવી સ્નાન ભોજન કરાવ્યાં, ત્યારબાદ તે સ્વસ્થ થયો ત્યારે મૃગાવતી બેલી; હે સ્વામી ! મારાં આભૂષણ વેચી તમારે વ્યાપાર કરવો જોઈએ કારણ કે લક્ષ્મી વ્યાપારમાં જ વાસ કરે છે, તે સ્વામિન ! જેમ પક્ષીઓ વૃક્ષને આશરો લે છે, જેમ નદીઓ સમુદ્રને અને યુવતી સ્ત્રીઓ પતિને આશરે લે છે તેમ સર્વ ગુણે કાંચન-ધનને આશરો લે છે. ધન જ સર્વ પુરુષાર્થનું કારણ છે.” પત્નીના નેહાળ વચને સાંભળી ખુશ થયેલા ચારુદત્ત આભૂષણે લીધાં. પછી તેણે પિતાના મામાને સાથે લઈ દરિયાઈ સફર શરૂ કરી. અફાટ સાગરના વક્ષસ્થળને ચીરતું વહાણ અનુક્રમે સીરાવ નામના નગરે આવી પહોંચ્યું. ત્યાં જઈ મામાભાણેજે થે દ્રવ્ય ખચી કપાસના ગાડાં ભર્યા અને તામ્રલિપ્તી નગરીના રસ્તે ચાલવા લાગ્યા. કમશઃ તેઓ એક અટવામાં આવી પહોંચ્યા. ત્યાં અકસ્માત આગ લાગવાથી બધું કપાસ બળી ગયું આકસિમક ભવિતવ્યતાના યોગે મામાએ વિચાર્યું કે નિશ્ચય આ ભાગ્યહીન છે. આની સાથે વ્યાપાર કરવાથી મારું ધન પણ ગયું. પર્વત પર અને જ્યાં ન જઈ શકાય એવા વિષમ સ્થાનમાં જંગલી જાનવરો સાથે ભટકવું ઉત્તમ છે, પરન્તુ સ્વર્ગમાં પણ ભાગ્યહીન પુરુષને સંગ સર્વ વિપત્તિનું કારણ બને છે એમ વિચારી ચારુદત્તને મામા તેને મૂકી